કાર્યવાહી@અમદાવાદ: સગીરાનું અપહરણ બાદ દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટાકાર્યો

1 લાખ રૂપિયાનો દંડ ફટાકાર્યો 
 
કાર્યવાહી@અમદાવાદ: જાહેરમાં ફાયરિંગ કરનારા નિવૃત્ત DySPને કોર્ટે ગુનેગાર ઠરાવીને 4 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દુષ્કર્મના કેસ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુષ્કર્મના બનાવો સામે આવતા હોય છે.  રામોલ વિસ્તારમાંથી ૧૫ વર્ષની સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીને ખાસ કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને કુલ એક લાખ રૂપિયાનો દંડ ફટાકાર્યો છે. આરોપી દંડની રકમ ભરેથી ભોગ બનનારને વળતર સ્વરૂપે ચુકવવાનો આદેશ પણ કોર્ટે કર્યો છે. ચુકાદામાં કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી સામેનો આખો કેસ નિઃશંકપણે પુરવાર થાય છે, ગંભીર પ્રકારનો કેસ છે ત્યારે આરોપીની સામે દયા ન દાખવી શકાય.

રામોલ વિસ્તારમાં રહેતો ૧૯ વર્ષના દીપક મુન્નાભાઈ ઠઠેરા (કંસારા)ને તેના જ વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની રેખા (ઓળખ છુપાવવા નામ બદલ્યું છે)ને ૫ ઓગસ્ટ ૨૦૨૦ ના રોજ અપહરણ કરીને યુપીના બનારસ લઈ ગયો હતો. ત્યાં સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. બીજી તરફ સગીરા ગુમ થતા પરિવાર દ્વારા શોધખોળ શરૂ કરી હતી અને રામોલ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.

પોલીસે આરોપી દીપક ઠઠેરાની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો. દરમ્યાનમાં આરોપી દીપક ઠઠેરાની સામે પોકસોની ખાસ કોર્ટમાં તપાસનીશ અધિકારીએ ચાર્જશીટ દાખલ કર્યુ હતું. આ કેસ ચાલતા સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ ૧૧ સાક્ષી તપાસી અને ૨૦ દસ્તાવેજી પુરાવા રજૂ કરી એવી દલીલ કરી હતી કે, ગંભીર પ્રકારનો કેસ છે, આરોપી સામે દસ્તાવેજી પુરાવા પણ સાબિત થયા છે,

આવા કિસ્સા સમાજમાં વધી રહ્યાં છે, આરોપીને ફરિયાદી સહિતના સાક્ષીઓએ ઓળખી બતાવ્યો છે, સમાજમાં આ પ્રકારના બનાવો વાંરવાર બની રહ્યા હોય ત્યારે આવા ગુનાને હળવાશથી લઈ શકાય નહીં. આરોપીને ઓછી સજા કરવામાં આવે તો ન્યાયનો કોઈ હેતુ જળવાય નહીં અને સમાજમાં આવા ગુના કરનારઓને કોઈ ડર રહે નહીં. આવા આરોપીઓમાં કાયદાનો ડર રહે તે હેતુને ધ્યાનમાં રાખી આરોપીને સખતમાં સખત સજા કરવી જોઇએ.