કાર્યવાહી@અમદાવાદ: બળાત્કારના કેસમાં આરોપીને કોર્ટે 20 વર્ષ કેદની સજા અને 4 લાખ રૂપિયા વળતર પેટે ચૂકવી આપવા આદેશ

 મોઢે ડૂચો મારી તેના પર બળાત્કાર ગુજારી
 
કાર્યવાહી@અમદાવાદ: કિશોરીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા આરોપીને ગુનેગાર ઠરાવીને વીસ વર્ષની સખ્ત કેદની સજા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

નારોલ વિસ્તારમાં રહેતી 11 વર્ષિય દીકરીને પિતા જૂન 2021માં ધાબે કચરો વાળવા લઇ ગયા હતા. ત્યારબાદ તેના મોઢે ડૂચો મારી તેના પર બળાત્કાર ગુજારી રહ્યાં હતાં. આ સમયે જ પત્ની આવી હતી જેથી પત્નીએ દંડા વડે પતિ પર હુમલો કર્યો હતો. આ મામલે પત્નીએ પતિ સામે દીકરી પર બળાત્કારનો કેસ કર્યો હતો.

આ કેસમાં સ્પે. પોક્સો કોર્ટના જજ જે. કે. પ્રજાપતિએ નરાધમ પિતાને 20 વર્ષ કેદની સજા ફટકારી છે. જ્યારે ભોગ બનનારને ચાર લાખ રૂપિયા વળતર પેટે ચૂકવી આપવા આદેશ કર્યો છે.

નારોલ વિસ્તારમાં 35 વર્ષિય નઝમા (ઓળખ છૂપાવવા નામ બદલ્યું છે) પતિ અને 11 વર્ષની દીકરી સાથે રહેતી હતી. 28 જૂન 2021ના રોજ રાત્રે નઝમાના પતિ તેમની 11 વર્ષિય દીકરીને ધાબે સુવાનું હોવાથી કચરો વાળવા ઉપર લઇ ગયા હતા. થોડી વાર સુધી દીકરી નીચે ન આવતા નઝમા ધાબા પર ગઇ હતી. ત્યારે પતિ દીકરી પર બળાત્કાર ગુજારી રહ્યો હતો અને દીકરીના મોઢામાં ડૂચો મારેલો હતો. જેથી લાકડાના દંડા વડે પત્નીએ પતિને ફટકારતા તે ત્યાંથી ભાગ્યો હતો. દીકરીના મોઢામાંથી ડૂચો ખોલતા તેણે જણાવ્યું હતું કે, અમ્મી મુજે બચા લો અબ્બા મેરે સાથે ગલત કર રહે હૈ. બીજી તરફ દીકરીના ગુપ્ત ભાગે લોહી નિકળતું હોવાથી માતા તેને ઘરમાં લઇ ગઇ હતી. ત્યારે પતિ આવ્યો હતો અને મારાથી ભૂલ થઇ ગઇ મને માફ કરી દો તેવું કહ્યું હતું. પરંતુ પત્નીએ ગુસ્સો કરતા પતિ ઉશ્કેરાયો હતો અને કેસ કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. બીજા દિવસે પતિ નોકરી પર જતા પત્ની બાળકીને લઇ પોલીસ મથક પહોંચી હતી અને આ મામલે ફરિયાદ કરી હતી.

આ કેસમાં સરકારી વકીલ ભરત પટણીએ પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા કોર્ટને જણાવ્યું હતું કે, આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે, આરોપીને ફરિયાદી અને ભોગ બનનારે ઓળખી બતાવ્યો છે, દસ્તાવેજી પુરાવા જોતા પણ કેસ પુરવાર થાય છે, પિતા પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાવે તેવો કિસ્સો છે ત્યારે સમાજમાં દાખલો બેસે તે હેતુને ધ્યાને રાખી જીવે ત્યાં સુધીની કેદની સજા કરવી જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપી પિતાને 20 વર્ષ કેદની સજા કરી છે.