કાર્યવાહી@રાજકોટ: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારી મૂળ રકમ 60 દિવસમાં ચૂકવવા કોર્ટે હુકમ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વાવડી ખાતે રહેતા એક યુવકે, મિત્રતાના ભાવે, તેના મિત્રને હાથ ઉછીના રૂ।.3 લાખ આપેલ હતાં.જે પૈકી આરોપી એ રકમ ચુકવવા માટે ત્રણ લાખનો ચેક આપેલ હતો.જે ચેક વગર વસૂલાતે પરત ફરતા આરોપી મહેશભાઈ ગણપતભાઈ ગેવારીયાને લીગલ નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં, રકમ ન ચૂકવતા ફરિયાદીએ પોતાના વકીલ મારફત નેગોશીયેએબલ ઈન્સ્ટુમેન્ટ એકટની કલમ 138 મુજબ આરોપી મહેશભાઈ ગેવારીયા વિરૂદ્ધ નામદાર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.આ કેસ કોર્ટમાં ચાલી જતાં ફરિયાદીના વકીલે તમામ સંયોગીક પુરાવા રજૂ રાખી વિશેષમાં હાઈકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદાઓ રજૂ રાખીને, ધારદાર દલીલો કરી હતી
જેને કોર્ટે ગ્રાહ્ય રાખી, આરોપીને એક વર્ષની સજા ફટકારી, મુળ રકમ ચૂકવવા હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી તરફે, વિઠલાપરા સોલિસિટર્સના વકીલ સી.એસ.વિઠલાપરા એસ.આર. સરવૈયા, પી.બી.જેઠવા, એલ.વી.ભજગોતર, એસ.ડી.ચાવડા, બી.એમ.જેઠવા, જે.ડી.બથવાર, વિ.કે.વણઝારા, કે.વી.ગોહિલ, કે.જી.ભીમાણી, પ્રેમ મકવાણા, એન.કે.ચુડાસમા હિરેનભાઈ વિઠલાપરા, અશ્ર્વિનભાઈ રાઠોડ, આર.કે. દેત્રોજા.એમ.એમ.રાઠોડ, રોકાયેલ હતાં.