હુકમ@અમદાવાદ: નવ જણાંનો ભોગ લીધો હતો,તે કારના માલિક જેગુઆર કાર છોડવા કોર્ટનો આદેશ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાં ભયાનક અકસ્માત સર્જાયો હતો.જેમાં કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવી દિધો હતો.ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી ગમખ્વાર અકસ્માત સર્જી એક સાથે નવ જણાંનો ભોગ લેવાયો હતો તે કારના માલિક ક્રિશ વારીયાએ પોતાની માલિકીની કાર છોડાવવા ગ્રામ્ય કોર્ટમાં કરેલી અરજી ડિસ્ટ્રિક્ટ જજ ડી.એમ.વ્યાસે મંજૂર રાખી છે. કોર્ટે વિવિધ શરતો રાખી હતી કે જેગુઆર કાર એક કરોડ રૂપિયાના વ્યક્તિગત અને સિક્યોરિટી બોન્ડ કોર્ટમાં ભરવા પડશે.
અરજદાર કારના માલિક કોર્ટની પરવાનગી વગર ગાડી કોઈને વેચી કે આપી શકશે નહીં. તપાસ અધિકારી ગાડી આપતી વખતે પંચનામું કરશે, ઉપરાંત ગાડીના ચારેય બાજુથી ફોટા પાડવાના રહેશે.
ઈસ્ક્રોન બ્રિજ પરના અકસ્માતમાં કાર માલિક ક્રિશ વારીયાએ જેગુઆર કાર પરત મેળવવા ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં અરજી કરીને જણાવ્યું હતું કે, જેગુઆર કારનો મૂળ માલિક છું. બિઝનેસમાં કાર વગર તકલીફ પડતે છે. તેણે કાર વચગાળાના સમય માટે પરત મેળવવા કોર્ટ જે પણ શરત મૂકે એની સાથે સંમતિ દર્શાવી હતી. જેમાં તપાસ અધિકારીએ કોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટ જણાવ્યું હતું કે ગાડીની કિંમત ૭૮ લાખ છે. અત્યારે આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે. એક ઘાયલ વ્યક્તિ હજી હોસ્પિટલમાં દાખલ છે, તેથી ગાડી પરત આપી શકાય નહીં. અરજદારના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, કાર પોલીસ કસ્ટડીમાં ખુલ્લામાં પડી છે, જેથી તેના ટાયર, એન્જિન વગેરે ભાગને નુકસાન થતાં અરજદારને મોટું નુકસાન થઈ શકે એમ છે. ત્યારબાદ કોર્ટે જેગુઆર કારના મૂળ માલિકને શરતી સોંપવા હુકમ કર્યો છે.