કાર્યવાહી@અમદાવાદ: 13.41 કરોડની ડુપ્લિકેટ સિગારેટ પ્રકરણમાં પકડાયેલા 2 આરોપીના જામીન કોર્ટે ફગાવી

આરોપીઓને જામીન પર મુક્ત કરવા ન્યાયોચિત નથી.
 
કાર્યવાહી@અમદાવાદ: કિશોરીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા આરોપીને ગુનેગાર ઠરાવીને વીસ વર્ષની સખ્ત કેદની સજા 

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક 

કંબોડિયાના નોમ પેન પોર્ટથી મુંદ્રા પોર્ટ પર આયાતી કન્ટેનરમાંથી રેડિમેડ ગારમેન્ટ તરીકે જાહેર કરાયેલા કન્સાઇનમેન્ટમાં ~ 13.41 કરોડની કિંમતની છૂપાવેલા વિદેશી ડુપ્લિકેટ સિગારેટ પ્રકરણમાં પકડાયેલા સુરતના બે આરોપીના જામીન સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ મનોજ બી. કોટકે ફગાવી દીધા છે. કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી સામે સ્મગલિંગનો ગંભીર પ્રકારના આર્થિક ગુનો છે.

આરોપીઓને જામીન પર મુક્ત કરવા ન્યાયોચિત નથી.

13.41 કરોડની ડુપ્લિકેટ સિગારેટ મામલે ઝડપાયેલા સુરતના નિરવ લાલજીભાઈ વાનાણી અને દિલીપ બાબુભાઈ સોતરીયાએ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, અમે નિર્દોષ છીએ, ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છીએ તેથી જામીન પર મુક્ત કરવા જોઇએ. જો કે, અરજીનો વિરોધ કરતા એડવોકેટ ઈમરાન પઠાણે કોર્ટને જણાવ્યું હતું કે, જપ્ત કરાયેલી સિગારેટના પેકેટો પર મેઇડ ઇન ઈન્ડિયા લખેલું હતું. નકલી સિગારેટના મામલે કેટલાક નામો બહાર આવ્યા છે. હાલમાં તપાસ ચાલુ છે. બન્ને આરોપીના મોબાઈલ અને કમ્પ્યૂટરમાંથી મોટાપાયે ડેટા મળી આવ્યા છે, જેમાં સુરતના કેટલાક વેપારીઓની સંડોવણી બહાર આવી શકે તેમ છે. ડીઆરઆઈની તપાસમાં 80.1 લાખ સિગારેટની સ્ટીક મળી આવી હતી જેની અંદાજિત બજાર કિંમત રૂ.13.41 કરોડ છે. આ મામલે તપાસ ચાલી રહી છે ત્યારે આરોપીઓને જામીન પર મુક્ત ન કરવા જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીઓના જામીન ફગાવી દીધા છે.