કાર્યવાહી@રાજકોટ: યુવકની હત્યાના કેસમાં કોર્ટે 2 આરોપીને 10 વર્ષની સજા ફટકારી

રોહીદાસપરાના મહેન્દ્ર સાગઠીયાની હત્યા થઈ હતી
 
કાર્યવાહી@અમદાવાદ: જાહેરમાં ફાયરિંગ કરનારા નિવૃત્ત DySPને કોર્ટે ગુનેગાર ઠરાવીને 4 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કુવાડવા રોડ પર રોહીદાસપરાના મહેન્દ્ર સાગઠીયાની હત્યા થઈ હતી. જે કેસમાં બે આરોપીને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે સદોષ મનુષ્યવધનો ગુનો માની નરેશ ચુડાસમા અને ગોવો મણવરને સજા ફરમાવી છે. કેસની વિગત મુજબ, કુવાડવા રોડ પર આવેલા કમલ પાન નામની દુકાન પાસે મોટરસાયકલ અથડાવા જેવી નજીવી બાબતે રોહીદાસપરા શેરી નંબર.5માં રહેતા મહેન્દ્ર કેશુ સાગઠીયા નામના યુવાનની હત્યા થઈ હતી.

ફરિયાદ મુજબ તા. 15/6/16 ના રોજ કુવાડવા રોડ પર આવેલ રણછોડદાસજી આશ્રમ પાસે રોહીદાસ પરામાં રહેતા નરેશ મનસુખભાઈ ચુડાસમા, ગોવિંદ ઉર્ફે ગોવો નારાયણ અને ચિરાગ ઉર્ફે ચિનુ મનોજ પરમાર સહિતના શખ્સોએ મહેન્દ્રને માર મારતા તેનું મોત થયું. પિતરાઈ ભાઈ દિલીપ કાળાભાઈ ઉર્ફે લાલાભાઇ સાગઠીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછમાં મહેન્દ્રને ગુપ્તીના ઘા મારતા તેનું મોત થયાનું ખુલ્યું હતું.

પોલીસે તપાસના અંતે ચાર્જશીટ રજૂ કરાતા કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકારી વકીલ બિનલબેન રવેશિયા દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ટાંકેલા ચુકાદાઓને ધ્યાને લઈ અધિક સેશન્સ જજ વી.કે. પટેલ દ્વારા આરોપી નરેશ મનસુખ ચુડાસમા અને ગોવિંદ ઉર્ફે ગોવા નારાયણ મણવરને તકસીરવાન ઠેરવી કલમ 304 પાર્ટમાં દસ વર્ષની સજા અને દંડ, કલમ 308માં સાત વર્ષની સખત કેદની સજા અને કલમ 120 બીમાં સાત વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે એ.પી.પી. બિનલબેન રવેશિયા રોકાયેલા હતા.