ક્રિકેટ@ગુજરાત: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ICC T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ICC T20 વર્લ્ડ કપની ફાઈનલ રમાવાની છે, ત્યારે આ ફાઈનલ મેચ જોવા દેશના ખૂણેખૂણેથી ક્રિકેટ ફેન્સ, બોલિવૂડ સેલિબ્રિટી, દિગ્ગજ ક્રિકેટરો અને ઉદ્યોગપતિઓ અમદાવાદ એરપોર્ટ આવી રહ્યાં છે.
ઈન્ટરનેશનલ પૉપ સુપરસ્ટાર રિકી માર્ટિન, પંજાબી પૉપ સિંગર સુખવીર અને ગરબા ક્વિન ફાલ્ગુની પાઠક T20 વર્લ્ડ કપની ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે. આ પરફોર્મન્સ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ પહેલાં થશે.
કથાકાર જયા કિશોરી પણ મેચ નિહાળવા માટે આજે અમદાવાદ આવી પહોંચી છે. મહેન્દ્રસિંહ ધોની પણ મોડીરાતે અમદાવાદમાં પહોંચ્યો હતો. તો બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમ એક દિવસ પહેલા જ એટલે કે 7 માર્ચે અમદાવાદ આવી પહોંચ્યા હતા અને તેઓ આજે મેચ નિહાળવા મોદી સ્ટેડિમય પહોંચી જશે. તો બીજી તરફ મોટી સંખ્યામાં ક્રિકેટરસિકો મોદી સ્ટેડિયમ પહોંચશે, જેને લઇને મોદી સ્ટેડિમય ક્રિકેટ ફેન્સથી હાઉસફૂલ થવાની શક્યતા છે.

