ક્રિકેટ@ગુજરાત: ભારતે અમદાવાદમાં રમાયેલી T20 વર્લ્ડ કપ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું

ભારતીય ટીમની આ જબરદસ્ત જીતમાં ઘણા હીરોઝ રહ્યા.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ભારતે અમદાવાદમાં રમાયેલી T20 વર્લ્ડ કપ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને સતત બીજીવાર ટાઇટલ જીત્યું. ટીમ ઈન્ડિયાએ ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવ્યું. ટીમ ઈન્ડિયાએ ઓવરઓલ ત્રીજી વખત ચેમ્પિયન બનીને અનેક રેકોર્ડ બનાવ્યા. ભારતીય ટીમની આ જબરદસ્ત જીતમાં ઘણા હીરોઝ રહ્યા. સંજુ સેમસન પ્લેયર ઑફ ધ મેચ બન્યો. તો વરુણ ચક્રવર્તી ભારત માટે ટૉપ વિકેટ રહ્યો. શિવમ દુબેએ પણ સતત સારું પ્રદર્શન કર્યું. આ બધા વચ્ચે હેડ કોચ ગૌતમ ગંભીરના પણ વખાણ કરી રહ્યા છે.

ભારતે T20 વર્લ્ડ કપ જીતી લીધો છે. ટીમ ઈન્ડિયાએ ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવ્યું. અમદાવાદમાં ટૉસ હારતા ભારતે પહેલી બેટિંગ કરતા 5 વિકેટે 255 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 159 રન પર ઓલઆઉટ થઈ ગઈ.

ભારતની જીતની સાથે ત્રણ મોટા રેકોર્ડ બન્યા છે. ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ ફાઈનલમાં હાઈએસ્ટ સ્કોરનો રેકોર્ડ બનાવ્યો. ભારત માટે આ T20 વર્લ્ડ કપ ફાઈનલમાં સૌથી મોટી જીત છે, તો ન્યૂઝીલેન્ડ માટે સૌથી મોટી હાર છે. 

આ ઈન્ડિયન ક્રિકેટ ટીમને ચેમ્પિયન બનાવનાર ગુજ્જુઓની ચોકડી છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા અને બેટિંગ કોચ સિતાંશુ કોટકની.