ક્રાઈમ@અમદાવાદ: એરપોર્ટ કાર્ગો વિસ્તારમાં 25 કરોડનું 50 કિલો કેટામાઇન ડ્રગ્સ ઝડપાયું

 ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
 
ક્રાઈમ@મોરબી: પત્ની પ્રેગ્નેટ હોવા છતાં પતિએ તેના પર હાથ ઉપાડી માર માર્યો,જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઘણા સમયથી અમદાવાદ શહેર ડ્રગ્સનું હબ બની ગયું છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર સામાન્ય સંજોગોમાં વિદેશથી આવતા મુસાફરો ડ્રગ્સ લઈને આવતા હોય છે પરંતુ પહેલી વખત અમદાવાદથી ડ્રગ્સ મિસ ડેકલેરેશન કરીને નિકાસ કરવામાં આવતું હતું. 50 કિલો કેટામાઇન ડ્રગ્સ અમદાવાદ એરપોર્ટના કાર્ગો કોમ્પ્લેક્સમાં પહોંચી ગયું હતું અને બેંગકોક, થાઈલેન્ડ નિકાસ થવાની તૈયારીમાં હતું ત્યારે જ ડીઆરઆઈના અધિકારીઓએ આ જથ્થો ઝડપી લીધો હતો.

~ 25 કરોડનું ડ્રગ્સ ઝડપાયા બાદ ગાંધીનગર પાસેની એક ફેક્ટરીમાં પણ તપાસ કરાઈ તેમાંથી 46 કિલો પાવડર મળી આવ્યો છે. આ પ્રકરણમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

થોડા સમય પહેલા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ડીઆરઆઈના અધિકારીઓએ મહારાષ્ટ્રની જીઆઇડીસીમાં દરોડા પાડી 500 કરોડનું ડ્રગ્સ ઝડપી લીધું હતું ત્યારબાદ વાપીમાંથી પણ એક ફેક્ટરીમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું હતું. ડીઆરઆઈ ડ્રગ્સ માફિયાઓની સિન્ડિકેટનો પર્દાફાશ કરી રહી છે ત્યારે જ અધિકારીને માહિતી મળી હતી કે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટના એર કાર્ગો કોમ્પ્લેક્સમાં કેટામાઇન નામનું ડ્રગ્સ પહોંચી ગયું છે. ચોક્કસ કંપનીના નિકાસકારો દ્વારા આ ડ્રગ્સ થાઈલેન્ડ, બેંગકોક મોકલવાનું હતું અને કસ્ટમ્સ ક્લિયરન્સમાં તેમણે ચોક્કસ પ્રકારનું કેમિકલ હોવાનું મિસ ડિકલેરેશન કર્યું હતું.

ડીઆરઆઈના અધિકારીઓએ તરત જ કાર્ગો કોમ્પ્લેક્સમાં પહોંચી જઈને ચોક્કસ બોક્સ શોધી કાઢ્યા હતા અને તેની તપાસ કરી હતી જ્યારે એફએસએલના નિષ્ણાતોને પણ બોલાવી આ જથ્થાની તપાસ કરાવતા આ પદાર્થ કેટામાઇન નામનું ડ્રગ્સ હોવાનું ફલિત થયું હતું. અધિકારીઓએ તરત જ 50 કિલો કેટામાઇન ડ્રગ્સ કે જેની કિંમત 25 કરોડ થાય છે તેનો જથ્થો કબજે લીધો હતો અને નિકાસ કરનારી કંપનીની તપાસ કરી સંલગ્ન ત્રણ માણસોને ઝડપી લીધા છે. પ્રાથમિક પૂછપરછ માટે ગાંધીનગર પાસે એક ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવતા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક પોલીસની મદદથી ફેક્ટરી પર દરોડા પાડીને ત્યાંથી પણ 46 કિલો પાવડર જપ્ત કર્યો છે.