ગુનો@ભાવનગર: રાણીકા વિસ્તારમાં તેડવા આવેલા ભાઈઓ ઉપર 6 શખ્સોએ હુમલો કર્યો

અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી 
 
ગુનો@ભાવનગર: રાણીકા વિસ્તારમાં તેડવા આવેલા ભાઈઓ ઉપર 6 શખ્સોએ હુમલો કર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શહેરના રાણીકા વિસ્તારમાં તેડવા આવેલા ભાઈઓ ઉપર છ શખ્સોએ હીચકારો હુમલો કરતા.તંગદિલી ફેલાઈ જવા પામી હતી, જોકે, પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ મામલો થાળે પાડયો હતો.આ બનાવ અંગે મળતી વિગતો મુજબ તળાજા નવા પોલીસ સ્ટેશન પાસે રેહતા અબ્બુબક્કર મેમણએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, શહેરના રાણીકા વિસ્તારમાં રહેતી બહેનને તેડવા માટે કાર લઈને બંને ભાઈઓ આવ્યાં હતા, તે દરમિયાન ઘર નજીકની ગલીમાં અમુક માણસો માઈકની પેટીઓ મૂકીને ડિસ્કો કરતા હોય જેથી મે હોર્ન મારેલ પણ રસ્તો આપેલ નહિ ફરીવાર હોર્ન મારતા ચાર શખ્સો પૈકી એક શખ્સએ ઉંધી તલવાર, લાકડાના ઘોકા વડે માર માર્યો હતો.

તેમજ ફરિયાદીને ગાળો દઈ અહીંયાંથી ગાડી કેમ ચલાવી તેમ કહી ગાડીને નુકસાન કરવા લાગેલ અને અમે બંને ગાડીની બહાર નીકળીને ગાડીને નુકસાન કરવાની ના પાડતા ચારમાંથી એક શખ્સે તલવાર અને લાકડાના ઘોકા વડે હૂમલો કરી નાસી છૂટ્યા હતા. આ અંગે અબુબક્કરએ વિજય વિઠ્ઠલભાઈ, બિરજુ ઉર્ફે પોચો, દેવાભાઈ રાજુભાઈ, ધાર્મિક સતીષભાઈ તથા બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.