ગુનો@ગુજરાત: અમદાવાદના વેપારી સાથે ઉત્તરાખંડના વેપારીએ 11.50 લાખની ઠગાઈ કરી

 યુવકે કઠવાડા GIDCમાં સ્ક્રેપનો ધંધો શરૂ કર્યો હતો.
 
રિપોર્ટ@રાજકોટ: માલવિયા ચોક નજીક આવેલ હાઈડ્રીમ સ્પામાં પોલીસે દરોડો પાડ્યો, સંચાલક સામે ગુનો નોંધાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કઠવાડા GIDCમાં સ્ક્રેપનો ધંધો કરતા વેપારીએ ઉત્તરાખંડના વેપારી પાસેથી લાખો રૂપિયાનો સ્ક્રેપનો માલ ખરીદ્યો અને એડવાન્સમાં પેમેન્ટ ચૂકવી દીધું હતું. 2022 થયેલા આ સોદાને એક વર્ષ થઈ ગયા છતાં માલસામાન નહીં આવતા વેપારીએ ફોન કરતા જવાબ આપતા ન હતા. આખરે ઉત્તરાખંડના બંને વેપારીઓએ માલ નહીં પહોચાડતા આ મામલે તુષાર ગોયલ, ચેતન આહુજા નામના ઉત્તરાખંડના બંને વેપારીઓ વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

નવા નરોડા વિસ્તારમાં રહેતા 29 વર્ષીય નિકુંજ પટેલ નામના યુવકે કઠવાડા GIDCમાં સ્ક્રેપનો ધંધો શરૂ કર્યો હતો. ધંધો નવો હોવાથી સ્ક્રેપ માર્કેટ એપમાં પણ મોબાઈલ નંબર રજિસ્ટર કરાવ્યો હતો અને એપ્લિકેશન મારફતે ઉત્તરાખંડના વેપારીએ નિકુંજ પટેલનો સંપર્ક કર્યો હતો. નવેમ્બર 2022માં તેમના મોબાઇલમાં ઉત્તરાખંડના શ્રી સિદ્ધ બાલી બિલ્ડર્સ એન્ડ પ્રમોટર્સના માલિક તુષાર ગોયલ અને ચેતન આહુજાનો ફોન આવ્યો હતો. બંને સાથે ધંધો કરવાની વાત કરી હતી. જે બાદ બંને નિકુંજકુમાર સાથે ધંધાની ડીલ ફાઈનલ કરી હતી. જેમાં માલસામાનના 85 ટકા રકમ એડવાન્સ અને માલ મળ્યા બાદ બીજા રૂપિયા આપવાની વાત થઇ હતી. જેથી નિકુંજભાઈએ ગત 16 નવેમ્બર 2022થી અત્યાર સુધી કુલ રૂ. 11.50 લાખનો માલસામાન ખરીદ્યો હતો. જેના રૂપિયા નિકુંજભાઇએ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. બન્ને વચ્ચે સોદો પણ નક્કી થયો હતો અને નિકુંજભાઈએ 85% પેમેન્ટ એડવાન્સમાં આપી દીધું હતું.

બાદમાં ઉત્તરાખંડના વેપારીએ ડ્રાઈવર સાથે વાત પણ કરાવી હતી અને કહ્યું કે માલ લઈને ગાડીઓ નીકળી ગઈ છે, પરંતુ 2022માં 11.50 લાખ ચૂકવ્યા બાદ એક વર્ષ વીતી ગયું હોવા છતાંય સ્ક્રેપનો માલ પહોંચ્યો નથી. આ મામલે ફરિયાદ નોંધાવતા નિકોલ પોલીસે તુષાર ગોયલ અને ચેતન આહુજા વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.