ક્રાઈમ@સુરત: GIDC વિસ્તારમાં 25 વર્ષીય યુવકની હત્યાનો મામલો સામે આવ્યો
સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો
Dec 9, 2023, 18:28 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સચિન GIDC વિસ્તારમાં 25 વર્ષીય યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે. મૃતક યુવક પરપ્રાંતીય મુકેશ ચૌહાણ હોવાનો ખુલાસો થયો છે. બનાવ સંદર્ભે સુરત પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
રાજુ નામના શખ્સે 3 દિવસ પહેલા કુહાડી વડે હુમલો કર્યા બાદ મુકેશ ચૌહાણ ઈજાગ્રસ્ત થયો હોવાની માહિતી સામે આવી રહી છે. હુમલા બાદ ઈજાગ્રસ્ત મુકેશે રાહદારીના ફોનથી પરિવારને ઘટનાની જાણ કરી હતી. રાહદારીએ મુકેશને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મુકેશનું મોત નીપજ્યું હતું. આરોપી રાજુ નામનો શખ્સ મુકેશ સાથે JCB ચલાવતો હતો. બનાવની પોલીસે તપાસ આરંભી છે.