ગુનો@મોરબી: પરિણીતાને ત્રાસ આપીને મરવા મજબૂર કરનારા પતિ સહિત ચાર સામે ગુનો નોંધાયો

 ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો 
 
 ગુનો@મોરબી: પરિણીતાને ત્રાસ આપીને મરવા મજબૂર કરનારા પતિ સહિત ચાર સામે ગુનો નોંધાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રોહિદાસપરાની વિસ્તારની અંદર રહેતી પરણીતાએ થોડા દિવાસી પહેલા પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવમાં હાલમાં મૃતક મહિલાની માતાએ તેની દીકરીને કરિયાવર બાબતે અને નાની નાની બાબતેમાં માર મારીને મારવા માટે મજબૂર કરી હોવાની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને તેના જમાઈ સહિત કુલ મળીને ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રોહીદાસપરા વિસ્તારની અંદર રહેતા મિત્તલબેન મનસુખભાઈ ચૌહાણ જાતે અનુ.

જાતી (23)એ પોતે પોતાના ઘરે હતા ત્યારે ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે મહિલાનું મોત નીપજયું હતું અને મૃતક મહિલાના મૃતદેહને તેના પતિ મનસુખભાઈ દેવજીભાઈ ચૌહાણ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે જે તે સમયે લઈને આવ્યા હતા અને આ બનાવની તેના દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવી હતી અને મૃતક મહિલાનો લગ્ન ગાળો આઠ માસનો હોય પોલીસ દ્વારા મૃતદેહને જે તે સમયે ફોરેન્સિક પીએમ માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો

હાલમાં આ બનાવમાં મૃતક મિતલબેનના માતા ગીતાબેન કિશોરભાઇ પરમાર જાતે અનુ. જાતિ (50) રહે. હાલ મકનસર પ્રેમજીનગર મૂળ રહે ધ્રાંગધ્રા વાળાએ તેના જમાઈ મનસુખભાઇ ઉર્ફે જીગો દેવજીભાઇ મીઠાભાઇ ચૌહાણ, દીકરીના સાસુ કાંતાબેન દેવજીભાઇ મીઠાભાઇ ચૌહાણ, નણંદ અરૂણાબેન ઉર્ફે પપુ દેવજીભાઇ મીઠાભાઇ ચૌહાણ અને જેઠ ગોપાલભાઇ દેવજીભાઇ મીઠાભાઇ ચૌહાણ રહે. બધા રોહિદાસપરા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેની દીકરીને ઘરની નાની નાની વાતમા ગાળો આપીને ઢીકાપાટુનો માર મારતા હતા અને વધુ કરીયાવર લાવવા બાબતે અવાર નવાર મેણા ટોણા મારતા હતા જેથી શારીરીક તથા માનસીક ત્રાસથી કંટાળીને તેની દીકરી મિતલબેને આપઘાત કરેલ છે જેથી કરીને મૃતકની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પતિ સહિત ચાર સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.