ગુનો@મોરબી: હોસ્પિટલના પાર્કિંગમાંથી યુવાનનું બાઈક ચોરી થયું, જાણો વધુ વિગતે
ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Mar 4, 2024, 18:22 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોરીના બનાવ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીના બનાવ સામે આવતા હોય છે. મોરબી સરકારી હોસ્પિટલના પાર્કિંગમાંથી યુવાનનું બાઈક ચોરી થયું હોવાની ફરિયાદને પગલે મોરબી એ ડીવીઝન પોલીસે આરોપીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના ગુંગણ ગામે રહેતા અશોકભાઈ ડાયાભાઇ પરમારે મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૭ ના તેને પોતાનું પેશન પ્રો મોટર સાઈકલ જીજે ૧૦ બીબી ૦૬૮૪ વાળું સરકારી હોસ્પિટલ મોરબીમાં પાર્કિંગ કરેલ હોય જે બાઈકની ચોરી અજાણ્યા ઇસમે કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે એ ડીવીઝન પોલીસે બાઈક ચોરી કરનાર કિશોરભાઈ અમૃતભાઈ તેરૈયા રહે-હડમતિયાં વાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.