ક્રાઈમ@અમદાવાદ: ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીની સાથે 2 યુવકે દુષ્કર્મ આચર્યું, તપાસમાં 4 મહિનાનો ગર્ભ નિકળ્યો

અમદાવાદમાં 2 મિત્રએ દુષ્કર્મ આચર્યું, પેટમાં દુખાવો થતા પરિવાર હોસ્પિટલ લઈ ગયો

 
ઘટના@દિયોદર: સગીરાને બળજબરીથી લઇ જઇ દુષ્કર્મ આચર્યુ, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદ શહેરમાં સોલા વિસ્તારમાં ધોરણમાં 10 ભણતી કિશોરી સાથે 2યુવકે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. સગીરા પોતાની નજીકમાં રહેતા યુવક સાથે સંપર્કમાં આવી અને ત્યારબાદ તે યુવકે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ વાત કોઈને નહીં કહેવા માટે કિશોરીને ધમકાવવામાં આવી હતી. પરંતુ આ યુવકની હિંમત એટલી બધી વધી કે ત્યારબાદ તેના મિત્રને ત્યાં લઈ આવ્યો હતો અને તેના મિત્ર અને યુવકે અવારનવાર બાળકી સાથે દુષ્કર્મ આચર્યું રહ્યું હતું. આ બધુ થયા બાદ સગીરા ડરી ગઈ હતી. ત્યારે સગીરાને અચાનક પેટમાં દુખાવો ઉપડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સગીરા 4 મહિનાની ગર્ભવતી હોવાનું સામે આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ મામલે સોલા પોલીસે બાળકી સાથે સામુહિક દુષ્કર્મ અને પોક્સો કલમ હેઠળ ગુનો નોધી કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ વાત અમદાવાદના સોલા વિસ્તારની છે. જ્યાં મધ્યમ વર્ગ પરિવાર પોતાના નાના મોટા કામ કરીને પોતાના દિવસો ટૂંકા કરી રહ્યા હતા. આ પરિવારમાં તેમની દીકરી નિશા ધોરણ 10માં ભણતી હતી. નિશાને ભણાવવા માટે તેનો પરિવાર દિવસ-રાત મહેનત કરતો હતો. પરંતુ એક દિવસ આ પરિવારના માથા પર આભ તૂટી પડ્યું. નિશા એના પરિવારને કહેતી હતી કે, તેને ખૂબ જ પેટમાં દુખાવો થઈ રહ્યો છે. એટલે પહેલા પરિવારે ઘરગથ્થુ ઉપચાર કરવાની વાત કરી. પછી નિશાને અસહ્ય પીડા થતા તેને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. નિશાનું મેડિકલ ચેકઅપ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક ડોક્ટર ચોંકી ઉઠ્યા હતા અને તેમણે તાત્કાલિક તેના પરિવારને કોઈ વાત કરવી છે તેમ કહીને બોલાવ્યા હતા.

નિશાના પરિવારના સભ્યોને ડોક્ટરે મળવા બોલાવતા તેમને લાગ્યું કે, નિશાને કોઈ મોટી બીમારી હશે. પરંતુ ડોક્ટરે તેમને કહ્યું કે, નિશા 4 મહિનાની ગર્ભવતી છે. તેના ગર્ભમાં બાળક છે અને આ સાંભળતા તેના પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોતાની દીકરી સાથે શું થયું, કોણે આ કૃત્ય કર્યું તે જાણવાનો પરિવારે પ્રયાસ કર્યો હતો. બીજી તરફ પોલીસને પણ આ અંગેની જાણ કરવામાં આવી અને નિશાની તેના પરિવાર અને અન્ય લોકો દ્વારા કાઉન્સિલિંગ કરવાની શરૂઆત થઈ હતી.

ત્યારબાદ જાણવા મળ્યું કે, તે એક યુવકના પરિચયમાં હતી જેણે સ્કૂલ પાસે આવીને બળજબરીપૂર્વક ગંદુ કૃત્ય કર્યું હતું અને આ અંગે કોઈને નહીં કહેવા ધમકી પણ આપી હતી. ત્યારબાદ આ યુવક થોડા દિવસ બાદ તેના મિત્રને પણ લઈ આવ્યો હતો અને તેણે પણ નિશા સાથે હેવાનિયતભર્યું કૃત્ય કર્યું હતું. દુષ્કર્મની ઘટના બન્યા બાદ નિશા ગર્ભવતી બની હતી. આ સમગ્ર મામલો પોલીસ સામે આવતા પોલીસે હાલ નિશાના પિતાની ફરિયાદના આધારે સામુહિક દુષ્કર્મ અને બાળકીને ગર્ભવતી બનાવવાના ગુના અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.