ક્રાઈમ@અમદાવાદ: વેપારી પાસેથી 2 બે શખ્સોએ માર મારીને 1 લાખ લૂંટીને ફરાર

 વેપારી ધંધાના રૂપિયા લઇને ઓફિસ જતો 
 
ક્રાઈમ@મોરબી: પત્ની પ્રેગ્નેટ હોવા છતાં પતિએ તેના પર હાથ ઉપાડી માર માર્યો,જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક 

નારોલ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટના વેપારી ધંધાના રોકડા રૂપિયા એક લાખ લઇને પોતાના વેવાઇ સાથે ઓફિસે જતા હતા. તેઓ કૃષ્ણનગર ચાર રસ્તા પાસે પહોંચ્યા ત્યારે એક્સેસ પર બે શખ્સો આવ્યા હતા અને તું કેમ બાઇક સરખી ચલાવતો નથી કહીને ઝઘડો કર્યો હતો.

ત્યારબાદ વેપારીને ફટકારીને તેમના ખિસ્સામાંથી રૂ. 1 લાખ લૂંટીને ફરાર થઇ ગયા હતા. આ અંગે વેપારીએ નરોડા પોલીસ સ્ટેશનમાં બંને શખ્સો સામે લૂંટ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

નારોલમાં રહેતા 61 વર્ષીય ધનસિંગ રાજપૂત ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. 10 ડિસેમ્બરે બપોરના સમયે તેઓ ધંધાના રોકડ રૂપિયા એક લાખ લઇને નરોડા પાટિયાથી વેવાઇ જગમોહનસિંહ સાથે બાઇક લઇને તેમની નારોલ આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસે જવા નીકળ્યા હતા. ત્યારે કૃષ્ણનગર ચાર રસ્તા પાસે પહોંચ્યા તે સમયે એક્સેસ પર આવેલ બે અજાણ્યા શખ્સોએ બાઇક આગળ લાવીને એક્સેસ ઊભું કરી દીધું હતું અને બાદમાં બંને શખ્સોએ તું તારી બાઇક કેમ સરખી ચલાવતો નથી કહીને ઝઘડો કરીને ધનસિંગને ફટકારી તેમના ખિસ્સામાંથી એક લાખ રોકડ લૂંટી લીધી હતી. આ ઘટના બાદ વેવાઇ જગમોહને બૂમાબૂમ કરતા બંને શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા. આ અંગે ધનસિંગે બંને શખ્સો સામે નરોડા પોલીસ સ્ટેશનમાં લૂંટ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.