ક્રાઈમ@અમદાવાદ: 4 મિત્રોએ મિત્રને ચાકુ મારી તેને અકસ્માત થયો હોવાનું કહી હોસ્પિટલમાં દાખલ કર્યો

મેઘાણીનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ
 
ક્રાઈમ@વાંકાનેર: મંદીર પાસે જુગાર રમતા ૭ ઇસમોને પોલીસે પકડ્યા અને કાર્યવાહી હાથ ધરી 

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક 

મેઘાણીનગરમાં ચાર મિત્રે જ મિત્રને ચાકુ માર્યું હતું અને પછી તેને અકસ્માત થયો હોવાનું કહી હોસ્પિટલમાં દાખલ કરી પલાયન થઇ ગયા હતા. આ મામલે યુવકે પરિવારને હકીકત જણાવ્યા બાદ પલાયન થયેલા ચારે મિત્રો સામે મેઘાણીનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મેઘાણીનગરમાં અખિલેશ ગુપ્તા પત્ની કંચન અને દીકરા શેખર સાથે રહે છે. 9 ડિસેમ્બરે અખિલેશના ઘરે તેના દીકરા શેખરનો મિત્ર મોહિત તોમર અને રવીન્દ્ર યાદવ આવ્યા હતા અને મિત્ર સુજલની બર્થડે હોવાથી શેખરને લઇ જઇએ છે તેમ કહી લઇ ગયા હતા. મોડી રાત સુધી શેખર ઘરે આવ્યો ન હતો અને ફોન પણ ઊઠાવતો ન હતો. તેથી આ મામલે શેખરના કાકાએ તપાસ કરતા તેને કોઇએ માર માર્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ શેખર મળી આવ્યો ન હતો. શેખરની માતાએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતા પોલીસ આવી હતી. આ દરમિયાન શેખરે ફોન ઉપાડી કહ્યું હતું કે, હું સૈજપુરમાં ચૌધરી હોસ્પિટલમાં છું. જેથી પરિવાર ત્યાં પહોંચ્યો હતો. શેખરે જણાવ્યું હતું કે, ઘરેથી નીકળ્યા બાદ જયકિશન અને તેનો ભાઇ વીર તોમર અને સુમિત કુશ્વાર મળ્યા હતા અને અગાઉના ઝઘડાની અદાવતમાં માર માર્યો હતો. આ ઉપરાંત ત્રણેયે ભેગા થઇ ચાકુ મારી દેતા હું લોહીલુહાણ થઇ ગયો હતો. આ દરમિયાન સુમિત અને મોહિતે કહ્યું હતું કે, ઝઘડાની વાત કોઇને કરીશ તો જાનથી મારી નાખીશું. પછી એક્ટિવા પર બેસાડી ચૌધરી હોસ્પિટલ લાવ્યા હતા અને ત્યાં એક્સિડન્ટ થયો હોવાનું કહી દાખલ કર્યો હતો. આ સમયે શેખર પણ ડરી ગયો હોવાથી અકસ્માતનું કહ્યું હતું. હકીકત ખૂલ્યા બાદ શેખરના માતાએ જયકિશન, વીર તોમર, સુમિત કુશ્વાહ અને મોહિત તોમર સામે ફરિયાદ નોંધાવી છે.