ગુનો@અમદાવાદ: ચાલુ મેચમાં મેદાનમાં પ્રવેશનાર ઓસ્ટ્રેલિન યુવક સામે નોંધાયો ગુનો

જાણો શું હતી સમગ્ર ઘટના
 
ગુનો@અમદાવાદ: ચાલુ મેચમાં મેદાનમાં પ્રવેશનાર ઓસ્ટ્રેલિન યુવક સામે નોંધાયો ગુનો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદમાં 19 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલા ભારત-ઓસ્ટ્રેલિયા ફાઇનલના મુકાબલા વચ્ચે આ યુવક વેન જોન્સન મેદાનમાં ઘુસી ગયો હતો. યુવકે પોલીસના સ્ટાફને ધક્કો મારીને ગેરકાયદેસર રીતે મેદાનમાં પ્રવેશ કર્યો હતો. આ યુવક બેઠક વ્યવસ્થા આગળ ઉભી કરેલી જાળી કૂદીને સ્ટેડિયમમાં ગયો હતો. ત્યારે ઓસ્ટ્રેલિયાના વેન જોન્સન વિરુદ્ધ ચાંદખેડા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

કાલુપુર પોલીસ મથકના પીએસઆઇ ટીઆર અકબરી તેના ફરિયાદી બન્યા છે. સંપૂર્ણ કેસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે. લગભગ સાડા 4 વાગે ગાંધીનગર કોર્ટમાં આરોપીને રજુ કરાશે. બીજી તરફ યુવકે પોતે વિરાટ કોહલીનો ફેન હોવાનું યુવાને નિવેદન આપ્યું છે. જો કે વેન જોન્શન સામે ઓસ્ટ્રેલિયામાં ત્રણ ગુના નોંધાયેલા છે.

જાણો શું હતી સમગ્ર ઘટના

મહત્વનું છે કે ગઇકાલે ચાલુ મેચમાં અચાનક પેલેસ્ટાઈનનો એક સમર્થક મેદાનમાં ઘૂસી આવ્યો હતો. જે પછી મેચને રોકવામાં આવી હતી. આ વ્યક્તિને મેદાનમાં ઘુસી આવતા જોઇને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જોકે વિરાટે તરત જ પોતાની જાતને તેનાથી અળગો કરી દીધો હતો.

આ યુવકની ટી શર્ટ પર બોમ્બીન પેલેસ્ટાઇન લખેલુ હતુ. તેની ટી શર્ટ પર ફ્રી પેલેસ્ટાઇન લખેલુ પણ જોવા મળ્યુ હતુ. તેણે અચાનક આવીને વિરાટ કોહલીના ખભે હાથ મુક્યો હતો. જો કે અચાનક સ્ટેડિયમના કર્મચારીઓએ આવીને આ વ્યક્તિને ત્યાંથી લઇ ગયા હતા.