ગુનો@અમદાવાદ: વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાનો દોરો તોડી 2 આરોપી ફરાર

 
અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ખોખરા સેવન ડે સ્કૂલ પાસે સોસાયટીમાં વૃદ્ધ મહિલા ઘરે હીંચકા ખાતી હતી ત્યારે એક્ટિવા પર બે શખ્સો મોઢે રૂમાલ બાંધીને ઘર પાસે આવ્યા હતા અને સરનામું પૂછ્યા બાદ પીવા માટે પાણી માગ્યું, જેથી વૃદ્ધા પાણી લેવા માટે ઘરમાં ગયા એટલામાં એક્ટિવા પર આવેલા બે શખ્સોમાંથી એક શખ્સે વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી અને બંને ફરાર થઇ ગયા હતા.

વૃદ્ધા એ બૂમાબૂમ કરતા પાડોશીઓ ભેગા થઇ ગયા હતા, પરંતુ એક્ટિવાચાલક બંને શખ્સો આંખના પલકારામાં ફરાર થઇ ગયા હતા. આ અંગે મહિલાએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને બનાવની જાણ કરતા ખોખરા પોલીસે મહિલા નિવેદન આધારે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

ખોખરામાં આવેલા લોકજીવન સોસાયટીમાં રહેતી 51 વર્ષની વૃદ્ધ મહિલા ગત રોજ રાબેતા મુજબ ઘરની બહાર લગાવેલા હીંચકે ઝૂલી રહ્યા હતા. આ સમયે મોઢા પર રૂમાલ બાંધીને એક્ટિવા પર બેસીને બે શખ્સો સોસાયટીમાં આવ્યા અને એકલી બેઠેલી વૃદ્ધાને જોઈને તેની સામે એક્ટિવાની હેડ લાઈટ ચાલુ બંધ કરતા હતા, જેથી વૃદ્ધા હીંચકા પરથી ઉભા થઈને એક્ટિવાચાલક પાસે પહોંચી ત્યારે ચેનસ્નેચરોએ મહિલાને સરનામું પૂછ્યું, બાદમાં એક્ટિવાની પાછળની સીટ પર બેઠેલા શખ્શે પીવા માટે પાણી માગ્યું, જેથી વૃદ્ધા ઘરમાં પાણી લેવા માટે ફર્યા ત્યારે એક શખ્સે મહિલાના ગળામાં પહેરેલો સોનાનો દોરો તોડીને ફરાર થઇ ગયા હતા. આ અંગે ખોખરા પોલીસ મથકે વૃદ્ધાના વર્ણન અનુસાર પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.