ગુનો@અમદાવાદ: સસરાની દાનત બગડી, પુત્રવધૂને અડપલા કર્યા, જાણો વધુ વિગતે

 સસરાએ છેડતી કરતા યુવતીએ ફરિયાદ નોધાવી 
 
ક્રાઈમ@ અમદાવાદ: લગ્નના બે વર્ષ બાદથી પતિએ મહિલા પર ત્રાસ ગુજારતા,પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. પતિએ અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ બાંધીને પત્નીને પિયર ધકેલી દીધી હતી. જ્યારે સસરા બિભત્સ માગણીઓ કરીને મિલકત યુવતીના નામે કરી દેવાની લાલચ આપતા હતા. યુવતીના પતિએ મારામારી પણ કરી હોવાનો આક્ષેપ કરાયો છે. જ્યારે પતિ પરિણીત હોવા છતાંય એક સ્ત્રીને અલગ ઘર અપાવીને તેની સાથે રહેતો હતો અને તે સ્ત્રીને ગર્ભ પણ રહ્યો હતો.

સમગ્ર બાબતોથી કંટાળીને યુવતીએ પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઘાટલોડિયામાં રહેતી 35 વર્ષીય યુવતીના વર્ષ 2011માં નારોલના એક યુવક સાથે લગ્ન થયા હતા. લગ્નના બે વર્ષ બાદ સાસરિયાઓએ નણંદ અને નણંદોઇને સાથે રાખવા બાબતે ઝઘડો કરતા તેનો પતિ પિયરમાં મૂકી ગયો હતો. એકાદ વર્ષ સુધી પતિ પત્નીને તેડી ગયો ન હતો અને તે દરમિયાનમાં પતિએ બીજી સ્ત્રીઓ સાથે સંબંધ રાખ્યા હતા. આ બાબતના સમાધાન માટે બધા ભેગા થયા ત્યારે યુવતીએ તેના પતિની ગર્લફ્રેન્ડને પણ બોલાવી હકીકત બતાવી હતી. યુવતીએ તેના પતિને દારૂ પીવાની ટેવ બાબતે સાસુ સસરાને ફરિયાદ કરી ત્યારે તેમણે દિવસે ગમે ત્યાં ફરે, રાત્રે તો તારી જ પાસે આવે છે ને એટલે બધું સહન કરી લેવાનું કહીને પચ્ચીસ લાખ દહેજની માગણી કરી હતી.

વર્ષ 2022માં યુવતીએ તેની બહેનના જન્મદિવસે બંનેનો વોટ્સએપ સ્ટેટસમાં ફોટો મૂક્યો ત્યારે સસરાએ બિભત્સ માગણી કરી હતી. તારા સારા ફોટા મારા ફોનમાં મોકલ તેમ કહીને સસરાએ ગંદી વાતો કરીને દોસ્તી કરવાનું કહીને અડપલા કર્યા હતા. બાદમાં દોસ્તી કરીશ તો ઇસનપુરવાળો બંગ્લો, રાજસ્થાનનું ઘર, જમીન તેના નામે કરીને રાણીની જેમ રાખવાની લાલચ આપી હતી. યુવતીએ પતિને ફરિયાદ કરતા પતિએ ફોન કરાવતા ફોન પર સસરાએ બિભત્સ માગણીઓ કરતા પતિએ રેકોર્ડિંગ કરી લીધું હતું. પણ બાદમાં પતિએ તેના પિતા સમાજના પ્રમુખ હોવાથી આ વાત કોઇને કરીશ તો તારા ભાઇને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. યુવતીનો પતિ દીકરાને લઇને દીવ ફરવા ગયો ત્યારે તેની સ્ત્રી મિત્રને પણ સાથે લઇ ગયો હતો. જે મામલે યુવતીએ નારોલમાં અરજી કરતા પતિએ આવેશમાં આવીને સાળા સાથે મારામારી કરતા સોલામાં ફરિયાદ કરી હતી. આમ સાસરિયાઓએ અવાર નવાર ત્રાસ આપીને સસરાએ છેડતી કરતા યુવતીએ ફરિયાદ નોંધાવતા મહિલા પશ્ચિમ પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે.

ગર્લફ્રેન્ડ સાથે પતિએ સંબંધ બાધતા ગર્ભ રહ્યો હતો

યુવતીનો પતિ જે સ્ત્રીને દીવ ફરવા લઇ ગયો તેને લાંભામાં અલગ મકાન પણ અપાવ્યું હતું. બે માસ સુધી યુવતીએ તેના પતિની રેકી કરીને અભયમને જાણ કરી હતી. ટીમ ત્યાં પહોંચી ત્યારે યુવતીનો પતિ મૈત્રી કરાર કરીને રહેતો હોવાનું જણાવીને તે સ્ત્રીને ગર્ભ હોવાનું કહેતા યુવતીના પગ નીચેથી ધરતી ખસી ગઇ હતી.