ક્રાઈમ@અમદાવાદ: બિલ્ડર અને વેપારીઓ પાસે ખંડણી માગી ધાકધમકી આપતી જમિલા ગેંગ ઝડપાઇ

 અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભરૂચ ખાતેથી તેમની ધરપકડ કરી લેવામાં આવી
 
ક્રાઈમ@અમદાવાદ: રિસામણે ગયેલી પત્નીને મનાવવા ગયેલા પતિને સાસરિયાઓએ જ ઉતાર્યો મોતને ઘાટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક મહિલા અને તેના પરિવારની ધરપકડ કરી છે કે જે છેલ્લા 11 વર્ષથી બિલ્ડરો અને તેમના વિસ્તારમાં ખંડણી માંગે છે. આ મહિલા અને તેની ગેંગનો ખોફ એટલો બધો હતો કે 11 વર્ષ સુધી કોઈ તેમની સામે પોલીસ ફરિયાદ પણ કરી શકતું ન હતું.અમદાવાદ શહેરમાં ચોર, લૂટ, ધાડ જેવી ઘટનાઓ તો જાણે કે હવે એક રમત વાત બની ચૂકી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારોમાં બિલ્ડરો અને સામાન્ય લોકો માટે ખંડણી ખોરોનો ત્રાસ જાણે ખૂબ વધી ગયો હોય તેવા કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. હજી તો થોડા સમય પહેલા જ કાલુપુર અને આસપાસના વિસ્તારોમાં ખંડણી માંગતા બે ભાઈઓ તેમજ તેના પરિવાર અને ગેંગ ને પોલીસે પકડી પાડી હતી ત્યારે વધુ એક આવી જ ગેંગને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખાંડણીખોર મહિલા જમીલા તેના પતિ બે પુત્રો અને ભત્રીજાની ધરપકડ કરી છે. આ મહિલા અને તેનો આખોય પરિવાર જમાલપુર અને આસપાસના વિસ્તારોમાં ખંડણી માંગવાનો કામ કરતા હતા. જમાલપુર વિસ્તારમાં કોઈ પણ નવું બાંધકામ શરૂ થાય અથવા તો રીનોવેશન થાય અથવા તો અન્ય કોઈ પ્રવૃત્તિઓ ચલાવવા માટે જમીલાને પૈસા આપવા પડતા હતા.

જમીલાનો આતંક એટલો બધો હતો કે કોઈ પણ સ્થાનિક વ્યક્તિ કે કોઈ બિલ્ડર જમીલા અને તેના પરિવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવતું નહીં. જોકે એક બિલ્ડર દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના બહાર આવી છે અને પોલીસે જમીલા અને તેના પરિવારની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જમીલા વિરુદ્ધ અગાઉ બે ગુના નોંધાઈ ચૂક્યા છે.

જમીલા અને તેનો પરિવાર જમાલપુર અને આસપાસના વિસ્તારોમાં બિલ્ડરો પાસે ખંડણી માંગતા હતા તો આ વિસ્તારમાં કોઈ પણ કામ ધંધો કરવા માટે હપ્તા પણ ઉઘરાવતા હોવાની ફરિયાદ મળી છે. છેલ્લા 11 વર્ષથી જમીલા અને તેની ગેંગ આ વિસ્તારમાં આતંક મચાવી રહી હતી. જોકે હવે સમગ્ર પ્રકરણ બહાર આવતા અન્ય બિલ્ડરો દ્વારા પણ પોલીસમાં જમીલા અને તેના પરિવારના આતંક વિરુદ્ધ ફરિયાદો નોંધાવવામાં આવી રહી છે. જમીલા અને તેની ગેંગ દ્વારા બિલ્ડરો તેમજ વેપારીઓને ધાક ધમકીઓ આપવામાં આવતી હતી.

બિલ્ડરો વિરુદ્ધ કરતાં આર.ટી.આઈ

મહત્વનું છે કે બિલ્ડર અને વેપારીઓ વિરુદ્ધ પોલીસ અને કોર્પોરેશનમાં ફરિયાદો કરી બાંધકામ રોકાવી દેવાની પણ ધમકીઓ આપવામાં આવતી હતી. આ ઉપરાંત બિલ્ડરો વિરુદ્ધ આર.ટી.આઈ કરી તેમના વેપાર ધંધા બંધ કરાવી દેવાની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી. જમીલા અને તેના પરિવાર વિરુદ્ધ બે ફરિયાદ નોંધાતા તેઓ ફરાર થઈ ગયા હતા અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભરૂચ ખાતેથી તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.

ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદને આધારે ક્રાઇમ બ્રાન્ચે જમિલા મેનપુરવાલા તેના પતિ હારુનરશીદ મેનપુરવાલા, તેમના બે પુત્રો વસીમ અને સોહેલ તેમજ ભત્રીજો મિસ્બાહ ને ભરૂચ થી પકડી પાડવામાં આવ્યા છે. હવે પોલીસ જમિલાં અને તેના પરિવારની ગેંગ ની ક્રાઇમ કુંડળી તપાસી રહી છે અને વેપારીઓ તેમજ બિલ્ડરો પાસેથી આવી રહેલી ફરિયાદોને આધારે આગળ તપાસ પણ કરવામાં આવી રહી છે. તો જમીલ અને તેની ગેંગમા અન્ય કોઈ સામેલ છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.