ગુનો@અમદાવાદ: જમીન દલાલ મિત્રો સાથે ગોવા ગયા ત્યાં તો તસ્કારો ઘરમાંથી રૂ.23.51 લાખ ચોરી ગયા

સીસીટીવી કેમેરામાંથી પણ કોઇ વિગતો પોલીસને મળી નથી.
 
ચકચાર@ગોઝારીયા: લોકડાઉનમાં તસ્કરો બેફામ, 2.94 લાખની ચોરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદમાં શિયાળાની શરૂઆતથી જ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે જ આંબલી-બોપલ રોડ પરના સિદ્ધિવિનાયક બંગ્લોઝ, હરમિટેઝ વીલા સોસાયટીમાં રહેતા જમીન દલાલ મિત્રો સાથે ગોવા ગયા, પત્ની વાપી સ્થિત પિયર ગઇ અને ઘરે કામ કરતા માણસો રાજસ્થાન ગયા ત્યારે તેમના બંગલાનું તાળું તોડી ચોર ટુકડી સોના-ચાંદીના દાગીના, રોલેક્સ સહિતની મોંઘીદાટ ઘડિયાળો મળી કુલ 23.51 લાખની મતા ચોરી ગયા હતા.

આ અંગે સરખેજના ઇન્સ્પેક્ટર એમ.એમ. સોલંકીએ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

સિદ્ધિવિનાયક બંગ્લોઝ, હરમિટેઝ વિલામાં રહેતા મહેશભાઇ બળદેવભાઇ મોદી (ઉ.વ.56) ગણેશ મેરિડિયન કોમ્પ્લેક્સમાં અલરીસ એન્ટરપ્રાઇઝના નામે જમીન દલાલી (રીયલ એસ્ટેટ)નો ધંધો કરે છે. તેમણે સરખેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગઇ તા. 16 ડિસેમ્બરે તેમના પત્ની પ્રભાબેન પિયર વાપી ગયા હતા. બંગલામાં કામ કરતા બે માણસો જિતેન્દ્ર અને પપ્પુ પણ 17મીએ વતન રાજસ્થાન ગયા હતા અને મહેશભાઇ ઇસ્કોન પ્લેટિનમમાં રહેતા માતાને મળવા ગયા હતા. ત્યાંથી તેઓ 18 ડિસેમ્બરે મિત્રના ઘરે ગયા હતા અને તેમના પરિવાર સાથે ગોવા ફરવા નીકળી ગયા હતા.

ગોવામાં એક દિવસ રોકાઇને 20 ડિસેમ્બરે મુંબઇ પરત આવ્યા ત્યારે પત્નીનો કોલ આવ્યો હતો કે ઘરે કામ કરતા યુવાનો બંગલે આવી ગયા છે. તેઓ બંગલો પહોંચ્યા ત્યારે બંગલાના લોક તૂટેલા છે અને ચોરી થઇ હોય તેમ લાગે છે. મહેશભાઇએ તરત જ પોલીસને જાણ કરી સ્વજનોને બંગલો મોકલ્યા હતા. તેઓ પણ ફ્લાઇટમાં અમદાવાદ આવી ગયા હતા. પત્ની પ્રભાબેન પણ ઘરે પહોંચી ગયા હતા. તેમણે તપાસ કરતાં ઘરમાંથી સોના-ચાંદીના દાગીના, ચાંદીના વાસણો અને રોલેક્સ સહિત ઘડિયાળ મળી ચોર 23.51 લાખની મતા ચોરી ગયા હતા. પોલીસે ફરિયાદ નોંધી તપાસ છે પણ સોસાયટીના સીસીટીવી કેમેરામાં કોઇ નજરે પડતું નથી. બંગલામાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાંથી પણ કોઇ વિગતો પોલીસને મળી નથી.