ગુનો@અમદાવાદ: આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા 65 લાખની લૂંટ

રૂપિયા 65 લાખની લૂંટ
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોરીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીના બનાવો સામે આવતા હોય છે.  અમદાવાદ શહેરના એલિસબ્રિજ જીમખાના પાસે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા 65 લાખની લૂંટ થઈ છે. લૂંટારુઓએ ઓટો રીક્ષામાં જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મચારીને મરચાની ભૂકી છાંટીને આંગડિયા પેઢીના કર્મચારીને ધોળે દિવસે લૂંટી લીધો છે.

આર.કાંતિલાલ આંગડિયા પેઢીના માલિક અશોક પટેલે જણાવ્યું કે,આર.કાંતિલાલ આંગડિયા પેઢીના બે માણસો બાબુભાઈ મફતભાઈ પ્રજાપતિ અને મનોજભાઈ બાબુભાઈ પટેલ જમાલપુર એપીએમસી થી 65 લાખ રૂપિયા રીક્ષામાં લઈને અમારી ઓફિસ આર.કાંતિલાલ આંગડિયા ખાતે જઈ રહ્યા હતા. જ્યાં અચાનક જલારામ મંદિરથી આગળ જીમખાનાની સામે બાઈક ઉપર બે શખ્સ છરી અને એરગન લઈને આવી ગયા હતા.

ત્યાર બાદ રીક્ષા ઉભી રાખીને આર. કાંતિલાલ આંગડિયા પેઢીના બન્ને માણસોની આંખમાં મરચાની ભૂકી નાંખીને રીક્ષામાં બેસેલા બંને માણસોને ઉપર છરી વડે અને એરગન વડે હુમલો કરી લોહી લુહાણ કરી દીધા હતા. અમારા બન્ને કર્મચારી બપોરના 3.5 વાગ્યા આસપાસ એપીએમસી થી નીકળ્યા હતા ઇસ્કોન આકેટ સીજી રોડ પોતાની આંગડિયા પેઢી તરફ જતી વખતે 3.20 વાગ્યે એલિસબ્રિજ જીમખાના સામે બાઈક ઉપર આવેલા બે શખ્સોએ 65 લાખની લૂંટ કરી હતી.