ગુનો@અમદાવાદ: ભારતીય પાસપોર્ટ હોવા છતાં 35000 પાઉન્ડ આપી ખોટો પોર્ટુગીઝ પાસપોર્ટ કઢાવ્યો, ચોંકાવનારો કિસ્સો

યુવકે 35000 પાઉન્ડ આપી ખોટું નામ ધારણ કરી પોર્ટુગીઝ પાસપોર્ટ કઢાવ્યો હતો. 
 
ગુનો@અમદાવાદ: ભારતીય પાસપોર્ટ હોવા છતાં 35000 પાઉન્ડ આપી ખોટો પોર્ટુગીઝ પાસપોર્ટ કઢાવ્યો, ચોંકાવનારો કિસ્સો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકોને બીજા દેશમાં જવા માટે વીજા જોવે છે.વીજ વગર તે બીજા દેશમાં જઈ સકતો નથી.ભારતથી વર્ષ 2009માં સ્ટુડન્ટ વિઝા પર યુકે ગયેલા યુવકને પીઆર માટે બે વાર અરજી કરી હતી. પરંતુ તેની અરજી રદ થઇ ગઇ હતી. હવે તે ભારત પરત આવે તો વિઝા ન મળતા હોવાથી યુકે પાછો જઇ શકે તેમ ન હતો. જેથી તે યુવકે 35000 પાઉન્ડ (35 લાખ) આપી ખોટું નામ ધારણ કરી પોર્ટુગીઝ પાસપોર્ટ કઢાવ્યો હતો. ત્યારબાદ 2021 અને 2022માં તે બે વાર ભારત આવ્યો હતો.2021માં તો તે પોર્ટુગીઝ પાસપોર્ટથી વિદેશ પરત જતો રહ્યો હતો. પરંતુ 2022માં ઝડપાઇ ગયો હતો. આ મામલે એસઓજીએ તપાસ કરી યુવક સામે એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.22 ઓક્ટોબર 2022ના રોજ એરપોર્ટ પર ઇમિગ્રેશન ઓફિસર તરીકે મિલિન્દ યશ થુલ ફરજ બજાવતા હતા. તે દિવસે એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમિગ્રેશન કરી રહ્યાં હતા ત્યારે એક પેસેન્જર આવ્યો હતો જેનું નામ દાહ્મીન રેમેડીઓ એલેક્સીઓ ક્રોસ્ટો (રહે. યુકે, મૂળ, હમીદપુરા, આણંદ) હોવાનું જણાવ્યું હતું. યુવક 2021માં પોર્ટુગલ પાસપોર્ટ પર ભારત આવ્યાનું જણાવ્યું હતું. ઉપરાંત અગાઉ પોતાનું નામ હાર્દિક વિષ્ણુભાઇ પટેલ હોવાનું તથા 2009માં યુ.કે. ગયો હોવાનું જણાવ્યું હતું. પાસપોર્ટ અંગે શંકા જતા આ મામલે એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે જાણવાજોગ એન્ટ્રી કરી હતી. ત્યારબાદ આ મામલે એસઓજીના પીએસઆઇ પી.આર. બાંગાએ તપાસ શરૂ કરી જેમાં જાણવા મળ્યું હતું કે, હાર્દિકની જન્મ તારીખ 15 સપ્ટેમ્બર 1990 છે અને ભારતમાં નોકરી ન મળતી હોવાથી તેણે વર્ષ 2009માં ભારતીય પાસપોર્ટ પર યુકેના સ્ટુડન્ટ વિઝા મેળવ્યા હતા અને તે ત્યાં ગયો હતો. ત્યારબાદ તેણે પી.આર. માટે અરજી કરી હતી. પરંતુ તે અરજી રદ થઇ ગઇ હતી.

બીજી તરફ 2019માં પાસપોર્ટ એક્સપાયર થતા તેણે યુ.કે.થી જ નવો પાસપોર્ટ કઢાવ્યો હતો. ત્યારબાદ તેણે ફરી પીઆર માટે અરજી કરી હતી. પરંતુ ફરી તે રિજેક્ટ થઇ હતી. આમ વારંવાર વિઝા રદ થતા તે નાસીપાસ થઇ ગયો હતો અને ભારત પરત આવી જાય તો તેને યુ.કે. પાછા જવા મળે તેમ ન હતું. આ દરમિયાન તેણે પબમાં રવિ નામનો વ્યક્તિ મળ્યો હતો તેણે જણાવ્યું હતું કે, ખોટા નામે પોર્ટુગીઝ પાસપોટ કઢાવી આપું તો તેના 35000 પાઉન્ડ થશે અને તું ભારત પણ તે પાસપોર્ટ આધારે જઇ શકીશ. ત્યારબાદ દાહ્મીમ રેમેડીઓ હાર્દિકે એલેક્સીઓ ક્રાસ્ટોનું ખોટું નામ ધારણ કરી પોર્ટુગીઝ પાસપોર્ટ કઢાવી લીધો હતો. જે પાસપોર્ટ આધારે ઇ વિઝા કરાવી 22 નવેમ્બર 2021માં ભારત (મુંબઇ) આવી ગયો હતો અને 21 ડિસેમ્બર 2021ના રોજ પરત યુકે ગયો હતો. પછી તે 21 ઓક્ટબર 2022ના રોજ ઇ વિઝા મેળવી પરત ભારત આવ્યો હતો.