ગુનો@અમદાવાદ: સસ્તા એસી આપવાનું કહી 8 એસીના 2.20 લાખ પડાવ્યા, કરી ચોંકાવનારી છેતરપિંડી

 પોતાની સાથે ઓનલાઈન ફ્રોડ થયો હોવાની જાણ થતા યુવકે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
 
ગુનો@અમદાવાદ: સસ્તા એસી આપવાનું કહી 8 એસીના 2.20 લાખ પડાવ્યા, કરી ચોંકાવનારી છેતરપિંડી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નિયામાં ઠગાઈના કેસ ખુબજ વધી ગયા છે.લોકોને સાવધાન રહેવાની જરૂર છે.કઈ પણ વસ્તુ કે પૈસા લેવાની બાબતમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ .દુનિયામાં એવા ખરાબ લોકો છે ,જે ભોળા લોકોને સાથે ઠગાઈ કરે છે.લોકોને છેતરવા માટે કઈને-કઈ એવું કહે છે અને લોકોનિ સાથે છેતરપિંડી કરે છે.સરખેજના યુવકે સસ્તામાં એસીની જાહેરાત જોઈને ફોન કર્યો હતો. તે સમયે ઠગે એક એસી રૂ. 24 હજારમાં આપવાની વાત કરતા યુવકે આઠ એસી ઓર્ડર કર્યા હતા. સાથે જ એસીના રૂપિયા 2.20 લાખ ઓનલાઈન ચૂકવી આપ્યા હતા. જો કે દિવસો વિતતા ગયા છતાં એસીની ડિલિવરી થઈ ન હતી. જેથી પોતાની સાથે ઓનલાઈન ફ્રોડ થયો હોવાની જાણ થતા યુવકે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.સરખેજમાં રહેતા ચિરાગસિંહ ચાવડા એક કંપનીમાં ટેકનિશિયન તરીકે નોકરી કરે છે. ગત 6 માર્ચે તેઓ નોકરી પર હાજર હતા તે સમયે ફેસબુક પર એક જાહેરાત જોઈ હતી. જેમાં કંપનીનું એર કંડિશનર માત્ર રૂ.24 હજારમાં વેચવાનું દર્શાવ્યું હતું. જેથી જાહેરાતમાંથી નંબર લઈને ચિરાગસિંહે ફોન કર્યો હતો. તે સમયે સામે રહેલા યુવકે તેનો એસી ડિલિવરીનો મોટો વેપાર હોવાથી એસી સસ્તા ભાવે વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું. જેથી ચિરાગસિંહને તેના પર વિશ્વાસ આવી જતા તેમણે આઠ એસી ખરીદવાની વાત કરી હતી. તે સમયે સામે રહેલા યુવકે તમારે ઓર્ડર કન્ફર્મ કરવા માટે પહેલાં પૈસા ચૂકવવા પડશે. જેથી ચિરાગસિંહે ઓનલાઈન રૂ. 2.20 લાખ આઠ એસી પેટે ચૂકવી આપ્યા હતા. બાદમાં પાંચ દિવસ થયા છતાં એસીની ડિલિવરી થઈ ન હોવાથી ચિરાગભાઈએ ફોન કર્યો ત્યારે સામે રહેલો યુવક બહાના બનાવવા લાગ્યો હતો. જેથી ચિરાગભાઈએ પૈસા પરત માંગ્યા ત્યારે તેણે ફોન કાપી નાખ્યો હતો.