ગુનો@અમદાવાદ: SOG પોલીસની મોટી કાર્યવાહી, 6.69 લાખના ડ્રગ્સમા મહિલા સહિત 3 આરોપી ઝબ્બે

 મહિલા પણ મોટા ડ્રગ માફિયાના સંપર્કમાં હોવાનું જાણી શકાયું છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ડ્રગ્સ સ્મગલિંગ કરતા ૩ આરોપીઓની  પોલીસે ધરપકડ કરી છે.ડ્રગ્સના કેસમાં  એક મહિલા પણ  સામિલ છે.જુહાપુરામાં ફતેવાડી કેનાલ નજીક એસઓજીએ ૬.૬૯ લાખના ૬૯ ગ્રામ ૬૭૦ મિલીગ્રામ ડ્રગ સાથે એક મહિલા સહિત ત્રણને ઝડપી લીધા છે. અગાઉ નશીલા પદાર્થોના વેચાણના ગુનામાં ઝડપાયેલા જાવેદ ખાન ઉર્ફે બાબા બલોચ ફરી ડ્રગ્સના કેસમાં પકડાયો હોવાની વિગતો સામે આવી છે. મહિલા પણ મોટા ડ્રગ માફિયાના સંપર્કમાં હોવાનું જાણી શકાયું છે.એસઓજીની ટીમ શહેરમાંથી ડ્રગ્સ અને નશીલી દવાઓનું દૂષણ દૂર કરવા સતત પ્રયાસ કરી રહી છે ત્યારે એસીપી બી.સી. સોલંકીની ટીમના ચિરાગ ગોસાઈ અને પ્રદ્યુમનસિંહ છત્રસિંહે બાતમીના આધારે ફતેવાડી કેનાલ નજીક એમડી ડ્રગ સાથે જાવેદ ખાન ઉર્ફે બાબા બલોચ, વસીમ અહેમદ શેખ અને શબાના બાનુ મિર્ઝાની ધરપકડ કરી છે. તેમની પાસેથી ૬.૬૯ લાખના ૬૯ ગ્રામ ૬૭૦ મિલીગ્રામ ડ્રગ સહિત કુલ સાત લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. એસઓજીએ ડ્રગ કબજે લઇ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.