ક્રાઈમ@અમદાવાદ: એક દુકાનમાંથી 10.32 લાખની ચોરી કરીને બુકાનીધારી તસ્કરો અંધારામાં પલાયન થઈ ગયા

બાથરુમની બારીમાં થઈને ઓફિસમાં પ્રવેશ
 
ક્રાઈમ@અમદાવાદ: એક દુકાનમાંથી 10.32 લાખની ચોરી કરીને બુકાનીધારી તસ્કરો અંધારામાં પલાયન થઈ ગયા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. તસ્કરોએ એક એલઈડી સ્ક્રીનના વેપારીને ત્યાં તસ્કરોએ ત્રાટકીને 10 લાખ 32 હજાર રુપિયાની મત્તાની ચોરી આચરી છે. તસ્કરોએ બાથરુમની બારીમાં થઈને ઓફિસમાં પ્રવેશ કરીને ચોરી કરી છે.

તસ્કરોએ બાથરુમની જાળી તોડીને મોંઢે રુમાલ જેવા કપડાથી બાંધીને ઓફિસમાં પહોંચે છે. જે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. જેને લઈ હવે સ્થાનિક પોલીસ દ્વારા સીસીટીવી દ્રશ્યો આધારે ચોરીનો ભેદ ઉકેલવા માટે પ્રયાસ શરુ કર્યો છે. ઠંડીની સિઝન શરુ થવા સાથે જ હવે તસ્કરો શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ચોરીઓ આચરવાની ઘટનાઓના પ્રમાણમાં સામાન્ય રીતે વધારો જોવામાં આવતો હોય છે. અમદાવાદમાં પોલીસે તસ્કરો સામે જોકે દિવાળીને લઈ આયોજન ઘડ્યુ છે.