ગુનો@અમદાવાદ: પ્રોપર્ટી બાબતે નાના ભાઈએ ઝઘડો કરી બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું

 ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
 
ક્રાઈમ@ અમદાવાદ: લગ્નના બે વર્ષ બાદથી પતિએ મહિલા પર ત્રાસ ગુજારતા,પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઘાટલોડિયામાં માતાના મોતના ચોવીસ કલાક પણ વીત્યા નથી અને બંને ભાઈ વચ્ચે પ્રોપટીને લઈને વિખવાદ સર્જાયો છે. તકરાર થતા પરિવારના લોકોએ બંને ભાઈઓને છોડાવ્યા હતા, પરંતુ નાના ભાઈ પત્નીને લઈને રાત્રે ઘરે આવીને રિવોલ્વર વડે બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કરીને પોતાના ભાઈ અને ભત્રીજાને જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઇ ગયા હતા.

આ અંગે ઘાટલોડિયા પોલીસે પ્રવેન્દ્ર માહુર તથા ભાવના માહુર વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગોતા વિસ્તારમાં રહેતા પ્રદીપસિંહ ઠાકુરે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં મળતી વિગતો એ મુજબની છે કે, ગત 7 ફેબ્રુઆરીના દિવસે તેમની નાની શીવદેવીનું સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું અને અંતિમ સંસ્કાર પછી સમગ્ર પરિવાર અને સગા સંબંધીઓ છૂટા પડ્યા હતા. બીજા દિવસે 8 ફેબ્રુઆરીએ પરિવારના તમામ લોકો વિધિ કેવી રીતે કરવી છે તેની ચર્ચા કરી રહ્યા હતા તે સમયે પ્રવેન્દ્રસિંહ માહુર અને ગજેન્દ્રસિંહ માહુર બંને ભાઈ વચ્ચે માતાની પ્રોપ્રર્ટીને લઈને બોલાચાલી થઈ હતી, પરતું પરિવારના અન્ય સભ્યોએ બંને ભાઈને શાંત પાડ્યા હતા. પ્રવેન્દ્ર અને તેમની પત્ની ભાવના બંને મોડી રાત્રે ગજેન્દ્રસિંહના ઘરે આવ્યા અને બૂમો પાડીને દરવાજો ખોલવાનું કહીને ગજેન્દ્ર અને તેના દીકરા સંસ્કરને આજે જાનથી મારી નાખીશ તેવી ધમકી આપવા લાગ્યા હતા.

પરિવારના સભ્યો ગભરાઈ જતા ઘરનો દરવાજો ખોલ્યો ન હતો. જેથી ગુસ્સે ભરાયેલા પ્રવેન્દ્રસિંહે પોતાની લાઈસન્સવાળી રિવોલ્વરમાંથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરીને ધમકાવ્યા હતા. ઘરની ગેલેરીમાંથી પ્રવેન્દ્રસિંહ ઘરમાં આવી ગયો અને પરિવારના અન્ય સભ્યો સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. જેથી તેના હાથમાં રહેલી રિવોલ્વર લઈ લીધી હતી અને બીજા દિવસે આ અંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પ્રવેન્દ્રસિંહ માહુર અને ભાવનાબેન માહુર વિરુદ્ધ ગુનો નોંધીને બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.