ક્રાઈમ@અમરેલી: સગીર શિષ્યાને હવસનો શિકાર બનાવનાર આરોપી શિક્ષકની પોલીસે ધરપકડ કરી

શિક્ષણ જગતમાં કલંકિત લાંછન લાગડતો કિસ્સો
 
દુષ્કર્મ@કલોલઃ પરિણીતા નિઃસંતાન હોવાથી ભૂવા પાસે ગઇ, થઇ ગયું ખોટું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલના સમયમાં દુષ્કર્મના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોપી જગ્યાએથી દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે.  અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોટા આસરાણા ગામ નજીક આવેલ એસ ઓ એસ (ધ સ્કૂલ ઓફ સાયન્સ) શાળાના શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ આચાર્યુ હતું. જે અંગે ડુંગર પોલીસ સ્ટેશનમાં એસ ઓ એસ સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક મોહિત જીંજાળા વિરુધ્ધ દુષ્કર્મની ફરીયાદ નોંધાઇ હતી.

આરોપી શિક્ષકે જ સગીરા સાથે દુષ્કર્મ આચરતા હોવાની ધટનાને લઇ સમ્રગ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જે બાદ ડુંગર પોલીસે આરોપીને પકડી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

શિક્ષકને એક ગુરુ તરીકે માનવામા આવે છે. પરંતુ આ એસ.ઓ.એસ શાળાના શિક્ષકે તો હદ વટાવી હતી. શિક્ષક હેવાન બન્યો હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચાર્યુ હતું. ત્યારે ડુંગર પોલીસે આરોપી શિક્ષક મોહિત જીંજાળાને બોરડી ગામ મુકામેથી ગણતરીના કલાકોમા જ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા એચ.બી. વોરાના માર્ગદર્શન હેઠળ રાજુલા સીપીઆઇ પીઆઇ વે.એસ.પલાસ, ડુંગર પીએસઆઇ કે.જે. મૈયા, પો.કોન્સ વનરાજભાઇ ધાખડા, એ.એસ.આઇ અસરફભાઇ ચૌહાણ, પો.કોન્સ.રામભાઇ ભમ્મર, કનુભાઇ મોભ સહિત સ્ટાફ દ્વારા કામગીરી કરવામા આવેલ છે.