ક્રાઈમ@ભાવનગર: 5 વર્ષની માસુમ બાળકી સાથે એક શખ્સે દુષ્કર્મ આચર્યું, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
પોલીસે ગુનો નોંધી નરાધમ શખ્સને ઝડપી લીધો
Mar 4, 2024, 17:44 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં દુષ્કર્મના બનવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે. હાલના સમયમાં નાની બાળકીઓ, યુવતીઓ સુરક્ષિત નથી. ભાવનગરમાં 5 વર્ષની માસુમ બાળકી સાથે એક શખ્સે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ભાવનગર શહેરનાં રાણીકા વિસ્તારમાં જુના કુંભારવાડામાં રહેતા મનીષ સુરેશભાઇ ભીલ નામના નરાધમ શખ્સે આ વિસ્તારમાં રહેતી 5 વર્ષની બાળકીને લલચાવી-ફોસલાવી પોતાના ઘરે લઇ ગયો હતો. બાળા સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યા બાદ દુષ્કર્મ આચર્યુ હતું.
આ બનાવ અંગે ભોગગ્રસ્તની માતાએ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી નરાધમ શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.