ક્રાઈમ@ભાવનગર: 3 સંતાનની માતાને આરોપીએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ, જાણો વધુ વિગતે

 ખોટા વાયદા કરી દુષ્કર્મ આચર્યું હતું.
 
ક્રાઈમ@વાપી: વારંવાર વિનંતી કરવા છતાં બાપ બન્યો શેતાન,દીકરી પર સાત વર્ષથી દુષ્કર્મ આચરતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલના  સમયમાં દુષ્કર્મના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જ્ગ્યાએથી દુષ્કર્મનો બનાવ સામે આવતો હોય છે.  ભાવનગર શહેરમાં રહેતો એક પરિણીત શખ્સે પરણીત મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધ્યો. મહિલાને તેના પતિને છુટાછેડા આપવાનું કહી, પોતે પણ તેની પત્નિને છુટાછેડા આપી તેની સાથે લગ્ન કરશે.  ખોટા વાયદા કરી દુષ્કર્મ આચર્યું હતું.

પ્રાપ્ત થતી માહિતી મુજબ મુળ મુંબઇ રહેતી એક મહિલાના ગઢડા ખાતે લગ્ન થયા હતા. લગ્ન બાદ મહિલાને સંતાનમાં 2 દિકરી અને 1 દિકરો હતા.

જે બાદ મહિલા ભાવનગર ખાતે જુના કપડાંનો વ્યવસાય કરતી હતી. જેમાં તિલકનગર આડોડીયા વાસ નજીક રહેતા રાજુ કાંતિભાઇ સોલંકી સાથે પ્રેમ સંબંધ સ્થપાયો હતો. જે બાદ રાજુએ મહિલાને તેના પતિ સાથે છુટાછેડા લેવાનું કહ્યું. તેની સાથે લગ્ન કરશે તેવી લાલચ આપતા 3 સંતાનની માતાએ ગઢડા ખાતે તેના પતિને છુટાછેડા આપ્યા હતા.

જે બાદ રાજુ સાથે ભાવનગર ખાતે રહેવા આવ્યા બાદ રાજુ પણ તેની પત્નિને છુટા છેડા આપી દેશે.  ખોટા વાયદા આપી, મહિલાને જુદા જુદા સ્થળોએ લઇ જઇ શરીર સંબંધ બાંધી ફરાર થઇ ગયો હતો. જે બાદ મહિલાએ રાજુ કાંતિભાઇ સોલંકી વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. દુષ્કર્મ આચરનાર શખ્સે મહિલા પાસેથી રોકડા એક લાખ તેમજ દાગીના લઈ નાસી છૂટ્યો હોવાનું જાણવા મળેલ છે.