ક્રાઈમ@અમદાવાદ: પરિણીતાએ લગ્ન કરવાનો ઇન્કાર કરતા પ્રેમીએ દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી, ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો

મીઠાઈની દુકાનમાં કામ કરતો હતો. જેની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી.
 
ક્રાઈમ@ગુજરાત: અમીરગઢ ચેકપોસ્ટ પાસેથી ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો, જાણો વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. પરિણીત યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાન્ચે હત્યા કરનાર પ્રેમીની કરી ધરપકડ કરી લીધી છે. પરિણીતાએ લગ્ન કરવાનો ઇન્કાર કરતા તો પ્રેમીએ દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે ઓરિસ્સાથી આરોપીને ઝડપીને હત્યાનો ભેદ ઉકેલ્યો છે.

પોલીસ પકડેલા આરોપીનું નામ પંકજ સાવ છે. જેને પોતાની પરિણીત પ્રેમિકા મધુબેન ડામોર ની હત્યા કરી હતી.. બે વર્ષથી વોન્ટેડ આરોપી પંકજને ક્રાઇમ બ્રાન્ચે ઓરિસ્સાથી ઝડપી લીધ છે. ઘટનાની વાત કરીએ તો 30 સપ્ટેમ્બર, 2022ના રોજ નરોડા GIDCમાં અર્ચિત ઓર્ગેનિક્સ લિમિટેડ નામની કંપનીના પ્લોટમાં મધુબેન ડામોર નામની પરિણીત યુવતીનું દુપટ્ટાથી ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી. આ હત્યા કેસનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે 2 વર્ષ બાદ ઉકેલીને હત્યા કરનાર પ્રેમી પંકજ સાવની ધરપકડ કરી છે. પરિણીત પ્રેમિકાએ હત્યા કરવાનો ઇન્કાર કરતા બંને વચ્ચે ઝઘડો થયો અને આરોપી હત્યા કરીને ફરાર થઇ ગયો હતો..આરોપી રાજસ્થાનના કોટામાં પોતાના મામાના ઘરે છુપાયો હતો અને ત્યારબાદ ઓરિસ્સાના સોનપુર જતો રહ્યો હતો. જ્યાં મીઠાઈની દુકાનમાં કામ કરતો હતો. જેની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી.

હત્યા કેસની તપાસમાં સામે આવ્યું કે, મૃતક મધુબેન અને આરોપી પંકજ નરોડા GIDCમાં અર્ચિત ઓર્ગેનીકસ કંપનીમાં નોકરી કરતા હતા. 2021માં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. મધુબેન પરિણીત હતા અને તેમના 2 સંતાન હતા. બિહારનો પંકજ એકલો રહેતો હોવાથી મધુબેન અને તેમના પતિ અમરતભાઈ ડામોરએ પંકજને ઘરે રહેવા બોલાવ્યો હતો. આ દરમિયાન મધુબેન અને પંકજને કઢંગી હાલતમાં અમરતભાઈ જોઈ ગયા હતા અને ઘરેથી કાઢી મૂક્યો હતો. આરોપી પોતાની બહેનના લગ્નમાં બિહાર ગયો હતો અને ત્યાં એક યુવતી સાથે સગાઈ કરી લીધી હતી. જેની જાણ મધુબેન થતા તેને ઝઘડો કર્યો હતો અને આરોપીને લગ્ન કરવા ભાગી જવા માટે દબાણ કર્યું હતું. જેથી, આરોપી પોતાની સગાઈ તોડીને અમદાવાદ આવી ગયો હતો પરંતુ, મધુબેને આરોપીને લગ્ન કરવાનું ટાળ્યું હતું. જેથી આરોપીએ લગ્ન કરવા માટે દબાણ કરતા મધુબેને લગ્નનો ઇન્કાર કરી દીધો હતો. જેથી, ઉશ્કેરાઈ ગયેલા પંકજે મહિલાની હત્યા કરીને ફરાર થઇ ગયો હતો.

નરોડામાં મહિલાના હત્યા કેસનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલીને આરોપી પ્રેમીની ધરપકડ કરીને નરોડા પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી. આ આરોપીને હત્યા બાદ કોણે-કોણે મદદ કરી? અને ક્યાં-ક્યાં નાસતો ફરતો હતો? તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.