કૌભાંડ@ગુજરાત: કમલમમાં ગાડી ભાડે આપવાનું કૌભાંડ કેસમાં મુખ્ય આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી
મુખ્ય આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી
Jul 29, 2024, 09:12 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેટલાક કેસમાં આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચ ધરપકડ કરતી હોય છે. ફોર વ્હીલર ગાડીઓ કમલમમાં ભાડે મૂકી ગીરવે મૂકવાના કૌભાંડ કેસમાં મુખ્ય આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં આરોપીએ 76 જેટલી ગાડીઓ ભાડે લઈ ગીરવે મુકી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેમાંથી પોલીસે 36 ગાડીઓ કબજે કરી કૌભાંડના મૂળ સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે. આરોપીએ દેવું થઈ જતાં ગાડીઓ ભાડે લેવાની ચાલૂ કરી ગીરવે મૂકી હતી. આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.