ગુનો@ રેલનગર: બંધ મકાનમાંથી રોકડ રૂ.3.50 લાખની મતા લઈ નાસી છૂટ્યાની ફરિયાદ,જાણો વધુ વિગતે

બીજા દિવસે રાત્રીના આઠેક વાગ્યે પરત ઘરે આવેલ
 
ચકચાર@ગોઝારીયા: લોકડાઉનમાં તસ્કરો બેફામ, 2.94 લાખની ચોરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ચોરીના બનાવો ખુબજ વધી ગયા છે.શહેરોમાં વધારે પ્રમાણમાં ચોરીના બનાવ બનતા હોય છે.રેલનગરમાં રહેતા એક પરિવારના ઘજારમાં ચોરીની ઘટના બની છે.ઉનાવા દરગાહે દર્શન કરવા ગયેલો ઓટો બ્રોકરનું પરિવાર પણ તસ્કરોનો ભોગ બન્યા હતાં. બંધ મકાનમાંથી રોકડ રૂ.3.50 લાખની મતા લઈ નાસી છૂટ્યાની ફરિયાદ નોંધાતા પોલીસ હરકતમાં આવી હતી અને શકમંદોને ઉઠાવી ચોરીનો ભેદ ઉકેલવા મથામણ આદરી હતી.બનાવ અંગે રેલનગર પાસે આવેલ મહર્ષિ અરવિંદ ટાઉનશીપમાં રહેતાં ઇમરાનભાઇ મહંમદભાઈ વજુગરા (ઉ.વ.33) એ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, તેઓ જુની ફોર વ્હીલર લે-વેચનું કામ કરે છે. ગઇ તારીખ 12/08/2023 ના બપોરના બે વાગ્યાની આસપાસ તેઓ તેના પત્ની અને બે પુત્રીઓ સાથે ઉનાવા ખાતે આવેલ મીરા-દાતાર દરગાહે માનતા ઉતારવા જવા માટે ઘરને તાળું મારીને નીકળેલ હતાં. ત્યાં એક દિવસના રોકાણ બાદ બીજા દિવસે રાત્રીના આઠેક વાગ્યે પરત ઘરે આવેલ અને ઘરનો લોક ખોલેલ ત્યારે ઘરની બધી વસ્તુ અસ્ત-વ્યસત પડેલ હતી. અને બાથરૂમમાં જોતા ત્યાં બહારથી બારીના કાચ નીકળેલ હોય અને બાથરૂમનો આકળીયો તુટેલો હતો.અંદરના રૂમમાં તપાસ કરતાં કબાટના દરવાજા તુટેલા અને સામાન નીચે પડેલ હતો. તેમજ આગળના રૂમમાં શેટી પલંગમાં એક ક્રેટા કાર વેંચેલ હોય જેના રૂ.3 લાખ કાળા કલરની થેલીમાં રાખેલા હતાં. જે તેમાં જોવામાં આવેલ નહીં. જેથી ફરિયાદીની મરણ મૂડી ચોરી થતાંની જાણ થતાં તેના પગ નીચેથી જમીન શરકી ગઈ હતી. જે બાદ તેઓએ પોતાના ઘરની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક લાલ વસ્ત્ર વાળી યુવતી પિતાના મકાનમાં પ્રવેશતી અને ગણતરીની સમયમાંજ બહાર નીકળતી જોવા મળેલ હતી. જે અંગેની ફરિયાદ પરથી પ્ર. નગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે હરકતમાં આવી સીસીટીવી ફુટેજના આધારે શકમંદોને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.