ક્રાઈમ@દેશ: પતિએ પત્નીની હત્યા કરી, પછી જે થયું તે જાણીને નવાઈ લાગશે

માથુ લઈ રસ્તા પર ફર્યો
 
ક્રાઈમ@વાંકાનેર: મંદીર પાસે જુગાર રમતા ૭ ઇસમોને પોલીસે પકડ્યા અને કાર્યવાહી હાથ ધરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

પશ્ચિમ બંગાળમાંથી સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. અહીં ચિશ્તીપુરના પતાશપુર વિસ્તારમાં વેલેન્ટાઈન ડે પર પતિએ પત્નીનું ગળું કાપીને હત્યા કરી નાખી. આટલું જ નહીં, પત્નીની હત્યા કર્યા બાદ તે તેનું કપાયેલું માથું લઈને રસ્તા પર ફરતો રહ્યો. ઘટનાની જાણ થતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

વેલેન્ટાઈન ડે પર દુનિયાભરના કપલ એકબીજાને પ્રેમ વ્યક્ત કરી રહ્યા હતા, અને એકબીજા સાથે પ્રેમભર્યો સમય વિતાવી રહ્યા હતા ત્યારે આ બાજુ એક ક્રૂર પતિ તેની પત્નીની હત્યા કરી રહ્યો હતો. તેણે તેની પત્નીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી અને પછી તેનું કપાયેલું માથું હાથમાં પકડીને રસ્તા પર ફરતો હતો. હાલ પોલીસ હત્યાના કારણોની તપાસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 14 ફેબ્રુઆરીના રોજ બપોરે 12.45 વાગ્યાની આસપાસ બની હતી. આરોપીની ઓળખ ગૌતમ ગુચૈત (40) તરીકે થઈ છે. તે પતશપુરના ચિસ્તીપુર પુરબા ગામનો રહેવાસી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પતિ-પત્ની વચ્ચે ઘણા સમયથી ઝઘડા થતા હતા. ઘટનાના દિવસે પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો. લોકોએ બંને વચ્ચેની લડાઈનો અવાજ સાંભળ્યો હતો પરંતુ તેઓએ વિચાર્યું ન હતું કે, આવું કંઈક થશે.

રિપોર્ટ અનુસાર, તેની પત્ની સાથે ઝઘડા બાદ વ્યક્તિએ તેના ગળા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હત્યા કર્યા બાદ તેણે માથું શરીરથી અલગ કરી દીધું હતું અને પછી કપાયેલું માથું હાથમાં પકડીને તે વિસ્તારમાં ફરતો હતો. આ દરમિયાન તે ચાની દુકાને પણ પહોંચી ગયો હતો.

જ્યારે લોકોએ તેના હાથમાં કપાયેલું માથું જોયું તો લોકો ગભરાઈ ગયા. આ ઘટના અંગે કોઈએ પોલીસને જાણ કરી હતી. આ પછી પોલીસે તેની ધરપકડ કરી હતી. હાલ પોલીસ વ્યક્તિની પૂછપરછ કરી રહી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટનાથી લોકોને આશ્ચર્ય થાય છે કે તેણે આવું કેમ કર્યું? હાલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.