ક્રાઈમ@દેશ: મહિલાએ 4 વર્ષના પુત્રની રહસ્યમય સંજોગોમાં હત્યા કરી લાશને બેગમાં છુપાવી

સીસીટીવી ફૂટેજના આધારે સત્ય બહાર આવ્યું
 
ક્રાઈમ@દેશ: મહિલાએ  4 વર્ષના પુત્રની રહસ્યમય સંજોગોમાં હત્યા કરી લાશને બેગમાં છુપાવી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

 

રાજ્યમાં અવાર-નવાર ઘટનાઓ સામે આવતી જ  હોય છે. બેંગ્લુરુની એક સ્ટાર્ટ અપની સીઈઓ મહિલાએ ગોવામાં તેના ચાર વર્ષના પુત્રની રહસ્યમય સંજોગોમાં હત્યા કરી લાશને બેગમાં છુપાવી દીધી હતી. અને ગોવાથી કર્ણાટક નાસી છુટી હતી પરંતુ પોલીસે દીકરાની હત્યા કરનાર માતાને પકડી પાડી હતી, હત્યાને કારણ હજુ બહાર નથી આવ્યું.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત અનુસાર 39 વર્ષની સૂચના શેઠ નામની મહિલા કે જે બેંગ્લુરુમાં એક સ્ટાર્ટ અપની સંસ્થાપક અને સીઈઓ છે, તેની પોલીસે ધરપકડ કરી છે.

તેની સામે આરોપ છે કે સોમવારે ઉતરી ગોવાના કેડોલિમમાં એક સર્વિસ એપાર્ટમેન્ટમાં પોતાના ચાર વર્ષના પુત્રની હત્યા કર્યા બાદ તેનું સબ એક બેગમાં રાખીને કર્ણાટક ભાગી ગઈ હતી.

સૂચના શેઠના સોમવારે ચેક આઉટ કર્યા બાદ અપરાધનો ખુલાસો થયો છે શેઠના એપાર્ટમેન્ટ છોડયા બાદ હાઉસ કીપીંગ સ્ટાફ સફાઈ કરવા ગયો તો ત્યાં લોહીના ડાઘા જોવા મળ્યા હતા. પોલીસને હત્યાનો ઉદેશ જાણવા મળ્યો નહોતો. ગોવા પોલીસના એલર્ટના આધાર પર મહિલાને કર્ણાટકના ચિત્રદુર્ગા જિલ્લાના એમંગલા પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં લાવવામાં આવી હતી. બાદમાં ગોવા લાવવા પોલીસ ટીમ કર્ણાટક ગઈ હતી.

સીસીટીવી ફૂટેજના આધારે સત્ય બહાર આવ્યું
ગોવાના એસપી નિધિત વલસને જણાવ્યું હતું કે સૂચનાને પોતાના પુત્ર વિના એપાર્ટમેન્ટમાંથી બહાર નીકલતી જોઈએ હતી, જયારે સૂચનાએ 6 જાન્યુઆરીએ પોતાના પુત્ર સાથે ચેકઈન કયુર્ં હતું જયારે તેણે ચેક આઉટ કરેલું ત્યારે તેનો પુત્ર સાથે નહોતો. પોલીસે ચાલાકી વાપરી કર્ણાટકથી મહિલાને એક ટેકસી ચાલકની મદદથી પકડી પાડી હતી. સૂચના શેઠને ગંધ આવે તે પહેલા જ ટેકસીચાલક કારને એમંગણા પોલીસ સ્ટેશન તરફ લઈ ગયો હતો. બાદમાં બેગની તપાસ કરાઈ તો તેમાં બાળકનું શબ મળ્યું હતું.