ગુનો@રાજકોટ: સગીરાને ભગાડી જઈને અનેક વખત દુષ્કર્મ આચરનાર 2 આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો

અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું
 
ગુનો@રાજકોટ: સગીરાને ભગાડી જઈને અનેક વખત દુષ્કર્મ આચરનાર 2 આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અ વાર-નવાર અપહરણ અને દુષ્કર્મના બનાવો સામે આવતા હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે.  

રાજકોટ શહેરમાં રહેતી ૧૬ વર્ષની સગીરાને એક ઇસમ અપહરણ કરી ભગાડી ગયો હતો.  સગીરા સાથે લગ્ન કરીને અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.  જે ગુનામાં એક ઇસમેં મદદગારી કરી હોય જેથી બે આરોપીઓ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે. 

રાજકોટ શહેરના રહેવાસી માતાએ કુવાડવા રોડ પોલીસ મથકમાં આરોપી જયેશ રાઘવભાઈ ચુડા રહે છાશીયા તા. વીંછીયા અને કિરણ રમેશભાઈ સોલંકી રહે માંડા ડુંગર આજી ડેમ પાસે રાજકોટ એમ બે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.  જેમાં જણાવ્યું છે કે ફરિયાદીની ૧૬ વર્ષ ૯ માસની સગીર દીકરીને આરોપી જયેશ ચુડા લગ્નની લાલચ આપી.  લગ્ન બાહ્ય સંબંધ બાંધવાના ઈરાદે કાયદેસરના વાલીપણામાંથી ભગાડી જઈને ફૂલ હારથી લગ્ન કરી. ફરિયાદીની દીકરી ભોગ બનનાર સગીરા સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું

જે ગુનામાં આરોપી કિરણ સોલંકીએ મદદગારી કરી હતી કુવાડવા રોડ પોલીસ સ્ટેશને બંને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૬૩,૩૬૬ અને ૩૭૬ (૨)(એન) તેમજ જાતીય ગુન્હાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ સને ૨૦૧૨ ની કલમ ૬,૧૭ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. છે