ક્રાઈમ@ગોંડલ: પતિના 2 મિત્રોએ પરિણીતાની એકલતાનો લાભ લઈ વારાફરતી દુષ્કર્મ આચર્યું

વારાફરતી દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ 
 
અમદાવાદ: ભાજપના યુવા મોરચાએ શ્રમજીવી મહિલા પર દુષ્કર્મ આચર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગોંડલ શહેરના હાર્દસમા વિસ્તારમાં રહેતી પરણીતાના પતિના બે મિત્રોએ પરિણીતાની એકલતાનો લાભ લઈ વારાફરતી દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી પરિણીતાને મેડિકલ ચેકઅપ માટે ગોંડલ બાદ રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના હાર્દસમા વિસ્તારમાં સાંજના 10:30 વાગ્યાના સુમારે ભગવતપરા વિસ્તારમાં રહેતા ભાવેશ વાઘેલા અને મયુર રાઠોડ નામના બે શખ્સો તેના મિત્રના ઘરે બેસવા ગયા હતા.

બાદમાં ત્રણેય ત્યાંથી ચા પીવા અને પાન મસાલો ખાવા નીકળી ગયા હતા. પરિણીતા ઉં.વ. 30 નો પતિ ઘરે પરત ના ફર્યો હોય ભાવેશ અને મયુરે પરિણીતાના ઘરે પરત આવી બળજબરી પૂર્વક પહેલા ભાવેશે અને બાદમાં મયુરે દુષ્કરમાં આચર્યું હતું. થોડા સમય બાદ તેનો પતિ ઘરે આવતા પરિણીતા એ સમગ્ર હકીકત જણાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસે આઈપીસી કલમ 376 ડી 327 114 મુજબ ગુનો નોંધી પરિણીતાને મેડિકલ ચેકઅપ માટે પ્રથમ ગોંડલ બાદ રાજકોટ હોસ્પિટલે ખસેડી હતી. બનાવ અંગેની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ ડામોર તેમજ તેમના રાઇટર ખોડુભા એ હાથ ધરી હતી આ દુષ્કર્મની ઘટના બની હતી ત્યારે પરિણીતાનો પાંચ વર્ષનો પુત્ર ઘરમાં સૂતો હતો અને પતિના મિત્રો હેવાન બની પરિણીતા પર તૂટી પડ્યા હતાં.