ગુનો@ગુજરાત: 14 વર્ષીય કિશોરી સાથે વૃદ્ધે દુષ્કર્મનો પ્રયાસ કર્યો, બૂમો પાડતાં બહેન આવી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં છેડતી, બળત્કાર, ચોરીના ગુના ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આ બધા બનાવાના કેસ સામે આવતા હોય છે. જૂનીગઢીમાં રહેતી 14 વર્ષીય બાળકી સાથે 60 વર્ષીય હમીદ્દુલ્લાખાને વૃદ્ધે ઘુંટણમાં તેલ લગાવવાના બહાને દુષ્કર્મ ગુજરાવાની કોશિષ કરી હતી. શિવરાત્રીના દિવસે પરિવાર અમદાવાદ ગયો હતો અને 2 બાળકીઓ ઘરે હતી. આ દરમિયાન વૃદ્ધ તેલ વેંચવા માટે આવ્યો હતો અને પરિવારની ઘરમાં ગેરહાજરીનો લાભ લઈને વૃદ્ધે બાળકી સાથે શારીરીક અડપલા કરીને દુષ્કર્મ કરવાની કોશિષ કરતા બાળકીએ વૃદ્ધની સામે સિટી પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.
જૂનીઘઢીમાં રહેતી 14 વર્ષીય હેતલ (નામ બદલ્યુ છે)નો પરિવાર શિવરાત્રી હોવાને કારણે અમદાવાદ તેની ફોઈની ઘરે ગયા હતા અને તેની ફોની દીકરી અને હેતલ બંને ઘરે એકલા હતા. મહોલ્લામાંં છેલ્લા ઘણા વર્ષોથી વાડી નાલબંદ વાડામાં રહેતા 60 વર્ષીય હમીદ્દુલ્લાખાન પઠાણ આયુર્વેદિક તેલ વેંચવા આવતો હતો. શિવરાત્રીના દિવસે પણ બપોરના સમયે તે તેલ વેંચવા માટે આવ્યો હતો. હેતલના ઘરની પાસે આવીને બૂમ પાડીને પૂછ્યું હતું કે, બા છે ઘરે જેથી હેતલે ના પાડીને કહ્યું હતું કે, બધા અમદાવાદ ગયા છે. જેથી હમીદ્દુલ્લા તેનો લાભ લઈને ઘરની અંદર ગયો હતો અને હેતલને કહ્યું હતું કે, ચલ તને ઘુંટણમાં માલિશ કરી આપું. આમ કહીને તે માલિશ કરવા લાગ્યો હતો. આ બાદ તે તેને શારિરીક અડપલા કરવા લાગ્યો હતો અને દુષ્કર્મ કરવાની કોશિષ કરી હતી. જેથી હેતલ બૂમો પાડતા તેની ફોઈની છોકરી આવી જતા હમીદ્દુલ્લાએ ધમકી આપી હતી કે, તમે કોઈને કહ્યું તો તમને બધાને મારીશ. આમ કહીને તે જતો રહ્યો હતો. બુધવારે ફરી હમીદ્દુલ્લા મહોલ્લામાં તેલ વેચવા આવતા હેતલે ઘટના તેના પરિવારને જણાવી હતી. જેથી પરિવારે તેને ઝડપી પાડ્યો હતો અને સિટી પોલીસ મથકે લઈ ગયા હતા. જ્યાં હેતલે હમીદ્દુલ્લા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેની ધરપકડ કરીને તેની વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
એ ઘણા સમયથી અમારા મહોલ્લામાં આવતા હતા, શિવરાત્રીના દિવસે પણ મહોલ્લામાં આવીને મારા દાદી વિશે પૂછ્યું હતુ. દાદી ન હોવાથી તે અંદર આવી ગયો હતો અને તેલ માલિશ કરવાના બહાને અભદ્ર હરકત કરવા લાગ્યો હતો તેણે મારા ગુપ્તાંંગમાં અડપલા કર્યા હતા અને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી મે મોટેથી બૂમો પાડતા મારી બહેન આવી ગઈ હતી.
મારી બહેને તેને પૂછ્યું હતું કે, તમે આ શું કરો છો. જેથી તેણે ધમકી આપી હતી કે, હવે તમે આ વાત કોઈને કહીતો તમને બંન્નેને મારીશ. એ બાદ હુ ખુબ જ ડરી ગઈ હતી.2 દિવસ સુધી સતત એ વાત જ મારા મનમાં ફર્યા કરતી હતી અને હુ ખુબ જ બી ગઈ હતી. બુધવારે મહોલ્લામાં ફરીવાર આવતા હું વધારે બી ગઈ હતી અને મારા મમ્મીને વાત કરી હતી.- (પીડીતા સાથે થયેલી વાતચીતના આધારે)
હેતલની દાદીએ જણાવ્યું હતું કે, મને ઘુંટણમાં દુખાવો હોવાને કારણે મે તેની પાસેથી તેલ લીધું હતું પણ મને તેનાથી કોઈ ફરક નહોતો પડ્યો જેથી મે તેલ બંધ કરી દીધું હતું. હેતલે તે ભૂલ કરી કે, તેણે એવું કિધું કે , બધા અમદાવાદ ગયા છે, જો તેણે આ વાત ન કીધી હોત તો તે ઘરમાં આવવાની હિંમત ન કરતો અને હેતલ સાથે આ બનાવ ન બનતો.
કિશોરી ડરી જતાં પોલીસ મથકે ફરિયાદ લેવા માટે કાઉન્સેલરને બોલાવવા પડ્યા
જ્યારે હેતલ પરિવાર સાથે પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચી ત્યારે તે ખૂબ જ બી ગઈ હતી અને તે વ્યવસ્થિત બોલી પણ નહોતી શકતી અને વારેવારે રડી પડતી હતી. જેથી સિટી પોલીસે કાઉન્સેલરોને બોલાવ્યા હતા અને ફરિયાદ લેતા પહેલા દીકરીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને તેને સમજાવને હિંમત આપી હતી.જે બાદ હેતલ સ્વસ્થ થઈ હતી અને ફરિયાદ લખાવી હતી.