ગુનો@ગુજરાત: અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે પરથી એક કારમાંથી દારુનો જથ્થો ઝડપાયો, 2 શખ્શોને ઝડપ્યા
1.81 લાખ રુપિયાનો વિદેશી શરાબનો જથ્થો
Dec 14, 2023, 16:13 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે પરથી એક કારમાંથી દારુનો જથ્થો ઝડપાયો છે. ગાંધીનગરથી આવેલી SMC ની ટીમે બાતમી આધારે એક કારને આંતરીને તેની તલાશી લીધી હતી. જેમાંથી 1.81 લાખ રુપિયાનો વિદેશી શરાબનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો. શહેરના GIDC ઓવરબ્રીજ પાસે આ કારને રોકવામાં આવી હતી.
SMC એ અમદાવાદ ગોમતીપુરના નવાઝખાન ફિરોઝખાન પઠાણ અને રામોલના સોયબ મુસ્તુફા સલાટને દારુના જથ્થા સાથે ઝડપી લીધા હતા. બંને અમદાવાદ તરફ દારુનો જથ્થો લઈ આવી રહ્યા હતા.
એ દરમિયાન ઝડપી લેવામાં આવ્યા હતા. SMC એ આ બંને શખ્શો સહિત દારુ ભરી આપનાર અને રીસીવ કરનારાઓ સહિત 5 શખ્શો સામે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.

