ગુનો@ગુજરાત: ઇસમોએ 2 કરોડની રોકડ સાથેની બેંકની કેશ વાનની લૂંટ આચરી
પોલીસે ગણતરીની મીનીટોમાં એક આરોપીને ઝડપી લીધો
Updated: Jan 12, 2024, 19:16 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોરીના બનાવો ખુબજ આવતા હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીનો બનાવ સામે આવતો હોય છે. ગાંધીધામમાં આજે બપોરના સમયે બેંકની કેશ વાનની લૂંટ થતા સનસનાટી મચી હતી જો કે પોલીસે ગણતરીની મીનીટોમાં જ વાન સાથે એકને ઝડપી લેતા એજન્સીએ રાહત અનુભવી હતી.
કચ્છના ગાંધીધામમાં આજે સ્ટેટ બેંકની બહાર કેશ વાન ઉભી હતી ત્યારે કોઈ અજાણ્યા લોકો વાન હંકારી લૂંટી ગયા હતા આ કેસ વાનમાં બે કરોડથી વધુની રોકડ રકમ હોય બેંક સતાધીશોએ પોલીસને જાણ કરતા પોલીસે ગણતરીની મીનીટોમાં જ વાન સાથે એક શખ્સને ઝડપી લઈ કેશ વાન કબજે કરી હતી.