ગુનો@હળવદ: સગીરા સાથે છેડતી અને બીભત્સ માંગણી કરવા બાબતે હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોધ્યો

 શારીરિક અડપલા કરી તેમજ બીભત્સ માંગણી
 
ગુનો@હળવદ: સગીરાના ઘરમાં ઘુસી  ઇસમેં બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો અને બદનામ કરવાની ધમકી આપી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સગીરા સાથે એક ઇસમેં છેડતી કરી હતી અને સગીરાનું બાવડું પકડી શારીરિક અડપલા કરી બાદમાં બીભત્સ માંગણી કરવામાં આવી હોય જેથી હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

હળવદ શહેરની રહેવાસી સગીરા સાથે છેડતીનો બનાવ બન્યો હતો જે બનાવ મામલે ભોગ બનનારની માતાએ આરોપી અરજણ ઉર્ફે અજો જીવરાજ દેવીપુજક રહે હળવદ ત્રણ માળિયા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી અરજણ નામના ઇસમેં ગત તા. ૦૧ ના રોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં ફરિયાદીની સગીર વયની દીકરીનું બાવડું પકડી શારીરિક અડપલા કરી તેમજ બીભત્સ માંગણી કરી છેડતી કરી હતી.

જે ફરિયાદ મોડી કરવા પાછળ કારણ જણાવ્યું હતું કે ફરિયાદી અને તેની દીકરીની બદનામી ના થાય તે માટે ફરિયાદ કરવા આવ્યા ના હતા પરંતુ આરોપી સગીરાને અવારનવાર હેરાન કરતો હતો અને ભવિષ્યમાં પણ હેરાન કરશે તેવી બીક લાગતા ફરિયાદીના ભાઈ ભુજથી આવેલ હોય જેની સાથે ફરિયાદ નોંધાવવા આવ્યા હતા હળવદ પોલીસે આરોપી અરજણ દેવીપુજક વિરુદ્ધ આઈપીસી કલમ 354 (એ) અને પોક્સો એક્ટ કલમ ૧૨ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.