ક્રાઈમ@સુરત: ઉમરા વિસ્તારમાં રૂપિયા 500ની નોટ ગણવામાં મદદના બહાને ગઠિયો 31 નોટ તફડાવી ગયો

 પોલીસે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
 
ક્રાઈમ@વાંકાનેર: મંદીર પાસે જુગાર રમતા ૭ ઇસમોને પોલીસે પકડ્યા અને કાર્યવાહી હાથ ધરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઉમરા વિસ્તારમાં રૂપિયા 500ની નોટ ગણવામાં મદદના બહાને ગઠિયો 31 નોટ તફડાવી ગયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.ખેડૂતને બેંકમાં ભેટી ગયેલો ગઠિયો 500ની નોટનું બંડલ ગણવાના બહાને રફુચક્કર થઇ ગયો હતો.

પંચાસી મોહલ્લામાં રહેતા ખેડૂત ચુનીલાલ ભગવાન રાઠોડ બન્યા છેતરપિંડીનો ભોગ બનતા પોલીસને જાણ કરાઈ છે. ઘટનાનાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગઠિયાની શોધખોળ આરંભી છે.

ખેડૂત બપોરના સમયે બેંક ઓફ ઓફ બરોડાની અઠવાગેટ શાખામાં રૂપિયા ઉપાડવા ગયા હતા. સેલ્ફનો ચેક ભરી 1.50 લાખ કેશકાઉન્ટર ખાતે જઈ પૈસા ઉપાડ્યા બાદ તે ગણવા બેઠા હતા. કાઉન્ટર પર 500 ના દરના નોટોના 3 બંડલ ચેક કરી પૈસા ખિસ્સામાં મુકતી વેળાએ અજાણ્યો ગઠિયો તેમની પાસે આવી ચઢ્યો હતો. બંડલમાં ઘણી નોટો ફાટેલી દેખાય છે તેમ કહી નોટ ચેક કરી આપવાની મદદના બહાને 31 નોટો તફડાવી ગયો હતો

ઘટના અંગે ખેડૂતે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.