ક્રાઈમ@વાલાસણ: ગામે મે ભેસના બાબતે ઝગડો,ચાર શખ્સોએ મહિલાને માર માર્યો

 મહિલાને ગાળો આપી માર માર્યાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાવી
 
ચાર શખ્સોએ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

આજ-કાલ લોકો સામાન્ય બાબતમાં ઝગડી પડતા હોય છે.વાંકાનેર વલાસણ ગામે સામન્ય બાબતને લઈને ઝગડી મહિલાને ચાર શખ્સોએ માર માર્યાની ઘટના સામે આવી છે.વાંકાનેરના વાલાસણ ગામે રહેતા દીનારબેન રસુલભાઈ માણસરિયા એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે આરોપી મદીનાબેન અબ્દુલભાઈ માણસિયા, રોશનબેન અબ્દુલભાઈ માણસીયા, સિકંદર અબ્દુલભાઈ માણસીયા અને અબ્દુલભાઈ અલાઉદિનભાઈ માણસીયાની ભેસ છુટી ને ફરિયાદી દીનારબેનની ભેસના ખીલ્લે આવીને ખીલ્લો તોડાવતા ભેંસ છુટી જતા ફરિયાદી દીનારબેન ભેસ પાછળ આરોપીઓના ફળિયામાં જતા આરોપીઓએ ગાળો આપી ઢીકા પાટુંનો માર મારી આરોપી સિકંદર અબ્દુલભાઈ એ લોખંડનું આડું લઇ ફરિયાદી દીનારબેનને કેડમાં મારી ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે