ગુનો@મોરબી: ચોરી કરનાર ઈસમને ઝડપી લઈને તમામ મુદામાલ રીકવર કરવામાં આવ્યો

 ચોરી કરનાર ઈસમને ઝડપી 
 
 ગુનો@મોરબી: ચોરી કરનાર ઈસમને ઝડપી લઈને તમામ મુદામાલ રીકવર કરવામાં આવ્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દાદાશ્રીનગર ગામના બંધ મકાનમાં ચોરીની ઘટના બની હોય જે ચોરીના બનાવ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી. ચોરી કરનાર ઈસમને ઝડપી લઈને તમામ મુદામાલ રીકવર કરવામાં સફળતા પ્રાપ્ત થઇ છે.

ગત તા. ૧૪-૧૦ ના રોજ દાદાશ્રીનગર ગામે રહેતા ભગવાનગીરી નટવરગીરી ગોસ્વામી પરિવાર સસ્થે બહારગામ ગયા હોય અને મકાન બંધ હોય જે બંધ મકાનમાંથી અજાણ્યો ઇસમ સોનાના દાગીના અને રોકડ સહીત ૨.૨૨ લાખની મત્તા ચોરી કરી ગયો હોય જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ચોરીની ફરિયાદને પગલે મોરબી તાલુકા પોલીસ ટીમે તપાસ ચલાવી હતી જેમાં આરોપી નિર્મલપૂરી કરશનપૂરી ગોસ્વામી (ઉ.વ.૩૩) રહે દેલમાલ તા.

ચાણસ્મા પાટણ વાળાને ઝડપી લીધો હતો

જે આરોપી પાસેથી ચોરી થયેલ સોનાની વીંટી ૪ નંગ, સોનાની ઝુમર બુટ્ટી નંગ ૦૨, સોનાની બુટી નંગ ૦૪, સોનાનું લોકેટ નંગ ૦૧ મળીને કુલ રૂ ૧,૨૨,૫૦૦ અને રોકડા રૂ ૧ લાખ મળીને કુલ રૂ ૨,૨૨,૫૦૦ નો મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે.

જે કામગીરીમાં મોરબી તાલુકા પીઆઈ કે એ વાળા, પીએસઆઈ વી જી જેઠવા, જયદેવસિંહ ઝાલા, દિનેશભાઈ બાવળિયા, અજીતસિંહ પરમાર, વનરાજભાઈ ચાવડા, હરેશભાઈ આગલ, રમેશભાઈ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, કેતનભાઈ અજાણા, જયદીપભાઈ પટેલ, પંકજભા ગુઢડા, કુલદીપભાઈ કાનગડ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દીપસિંહ ચૌહાણ અને યશવંતસિંહ ઝાલા સહિતની ટીમ જોડાયેલ હતી.