ક્રાઈમ@જામનગર: ભેળસેળયુક્ત ઘીનો વિશાળ જથ્થાને જપ્ત કરવામાં આવ્યો

 ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થ ઝડપાયો 
 
ક્રાઈમ@ગુજરાત: અમીરગઢ ચેકપોસ્ટ પાસેથી ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો, જાણો વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થ ઝડપાઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં ફરી એકવાર ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થ ઝડપાયો છે. જામનગરમાં ભેળસેળયુક્ત ઘીનો વિશાળ જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે. હિરેન ટ્રેડ્રસ નામની દુકાનમાંથી અખાદ્ય ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તો 120 લીટર ઘી, 32 લીટર વનસ્પતિ ઘી અને 300 લીટર વેજ ફેટ જપ્ત કરવામાં આવ્યો છે. તો ઘી બિન આરોગ્યપ્રદ હોવાના રિપોર્ટ આવ્યા પછી કાર્યવાહી કરવામાં આવશે.

તો આ અગાઉ પણ જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી મોટા પાયે શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી ઝડપાયું હતુ. SOG તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે સંયુક્તપણે દરોડા પાડ્યા હતા. દરોડામાં 20 ઘીના ડબ્બા અને 17 મોટી બરણીઓ મળી આવી હતી. તંત્રએ કુલ 555 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો. જેની અંદાજે કિંમત 2.65 લાખ રૂપિયા જેટલી હતી.