ક્રાઈમ@જૂનાગઢ: એક તરફી પ્રેમમાં પાગલ થઇને આરોપીએ ધોરણ 11માં અભ્યાસ કરતી સગીરાનું અપહરણ કર્યું

એક યુવકે એક તરફી પ્રેમમાં પાગલ
 
ક્રાઈમ@રાજકોટ: શહેરમાં પ્રતિબંધિત ફટાકડા વેંચતા ચાર વેપારી સામે ગુનો નોંધતી પોલીસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

જૂનાગઢના એક યુવકે એક તરફી પ્રેમમાં પાગલ થઇને સગીરાનું અપહરણ કરી લીધું. જય સુખાનંદી નામનો યુવક ધોરણ 11માં અભ્યાસ કરતી સગીરાને કારમાં લઇ ગયો હતો. જો કે સદનસીબે પોલીસે સગીરાને સલામત બચાવી લીધી અને બંને યુવકોને પકડી લીધા છે.

27 ડિસેમ્બરની સવારે જૂનાગઢના વિસાવદરમાં 11મા ધોરણની સગીરાનું બે યુવકોએ અપહરણ કરી લીધું હતુ. જેના CCTV પણ સામે આવ્યા છે. જેમાં જોવા મળ્યુ કે બંને યુવકો એક કારમાં આવ્યા હતા અને સગીરાની મરજી વિરૂદ્ધ તેને કારમાં બેસાડીને ફરાર થઇ ગયા હતા.તો ઘટનાની જાણ થતા સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે કારને ટ્રેસ કરીને લોકેશન શોધ્યુ

પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓની કારને ટ્રેસ કરીને લોકેશન શોધ્યું, ત્યારે કાર તો રાજકોટના લોધિકા પાસેથી મળી ગઇ, પરંતુ આરોપી યુવકો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. તેઓ સગીરાને લઇ ઝાંઝરડા રોડ પરના એક એપાર્ટમેન્ટમાં રોકાયા હતા. જો કે સુઝબુઝથી પોલીસે બંનેને શોધીને પકડી લીધા હતા. જેમાંથી એક યુવકનું નામ જય સુખાનંદી અને બીજો રિયાઝ નાગોરી હોવાનું સામે આવ્યું છે.

મહત્વનું છે, પોલીસે બંનેની પૂછપરછ કરતા ખુલાસો થયો કે જય સુખાનંદી નામનો યુવક સગીરા સાથે વોટ્સએપમાં કેટલાંક સમયથી વાતચીત કરતો હતો. તેને સગીરા સાથે એક તરફી પ્રેમ થઇ ગયો હતો અને તેણે સગીરાનું અપહરણ કરવાનું કાવતરૂં ઘડ્યું. જેમાં તેના મિત્ર રિયાઝ નાગોરીએ મદદ કરી અને મોકો જોઇને સગીરાને લઇને ફરાર થઇ ગયા. સદનસીબે સગીરાને સલામત બચાવી લેવાઇ છે અને અપહરણ દરમિયાન હાજર સગીરાની મિત્રોના નિવેદન લઇ કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.