ગુનો@મહેસાણા: વિસનગરમાં આવેલ કટોસણ વિસ્તારમાં એક ઈન્ડસ્ટ્રીઝમાં રૂ. 4.53 લાખની મત્તાની ચોરી

તસ્કરોથી હવે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપ્યો
 
ગુનો@મહેસાણા: વિસનગરમાં આવેલ કટોસણ વિસ્તારમાં એક ઈન્ડસ્ટ્રીઝમાં રૂ. 4.53 લાખની મત્તાની ચોરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વિસનગર વિસ્તારમાં આવેલ કટોસણ વિસ્તારમાં આવેલ એક ઈન્ડસ્ટ્રીઝમાં ચોરીની ઘટના સામે આવી છે. બેફામ બન્યા હોય એમ વિસનગર વિસ્તારમાં તસ્કરોએ આતંક મચાવ્યો છે. તસ્કરો બેફામ થવાની ઘટનામાં કિસ્સાઓની સીસીટીવીના દ્રશ્યો સામે આવ્યા છે. વિસનગરમાં રહેણાંક વિસ્તારમાં પણ તસ્કરો ઘૂસી આવ્યા હતા.

રહેણાંક અને ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારોમાં પોલીસનુ પેટ્રોલિંગ વધારવામાં આવે એવી જરુરીયાત વર્તાઈ રહી છે. મહેસાણા જિલ્લાની આ ઘટનામાં સાડા ચાર લાખ રુપિયાની મત્તાની ચોરી થઈ હોવાનુ સામે આવ્યુ છે. ઘટનાને લઈ તસ્કરોથી હવે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપ્યો છે. પોલીસે ચોરીની ઘટના અંગે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.