ક્રાઈમ@મોરબી: પરિણીતાના પતિએ ફોન ના કરવા જણાવતા,યુવાને ગુસ્સે થઇ જાનથી મારી નાખવાની ધમકી આપી
પરણીતાના પતિ પર યુવકે છરી વડે હમલો કર્યો
Aug 13, 2023, 17:59 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મોરબીના પંચાસર રોડ પર પ્રમુખ સ્વામી સોસાયટી ૦૨ માં રહેતા મનીષભાઈ મનસુખભાઈ સાણદિયા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના જ વિસ્તારમાં રહેતો દીપભાઈ રાજેન્દ્રભાઈ ગોસાઈ મનીષભાઈની પત્નીના ફોનમાં અવાર નવાર ફોન કરતા મનીષભાઈને જાણ થતા આરોપી દીપને ફરિયાદી મનીષભાઈએ ફોન ન કરવા જણાવતા આરોપી દીપે ગુસ્સે થઇ તેના પેન્ટના નેફામાંથી છરી કાઢી એક ધા ફરિયાદી મનીષભાઈના ડાબા ખંભાની પાછળ તથા બીજો એક ઘા તેની બાજુમાં જ મારી ઈજા કરી ઢીકા પાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે