ક્રાઈમ@પાટણ: મામીએ પોતાની 13 વર્ષીય ભાણીને એક હવસખોર રિક્ષા ચાલકને સોંપી દીધી,જાણો વધુ
ભાણી સાથે જબરદસ્તી દુષ્કર્મ કરાવ્યું
Oct 21, 2023, 09:31 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મામી-ભાણીના સંબંધોને શર્મસાર કરતી ઘટના પાટણથી સામે આવી છે. જ્યાં સગી મામીએ જ પોતાની 13 વર્ષીય ભાણી સાથે જબરદસ્તી દુષ્કર્મ કરાવ્યું. સમગ્ર ઘટનાની વાત કરીએ તો, મામીએ પોતાની ભાણીને એક હવસખોર રિક્ષા ચાલકને સોંપી દીધી. તસ્વીરમાં જોવા મળતા આ રિક્ષા ચાલકે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું. આ રિક્ષા ચાલક કિશોરીની મામીનો મિત્ર હોવાનું સામે આવ્યું છે.
રિક્ષા ચાલકે કિશોરી પર નજર બગાડી હતી અને કિશોરીની મામીને જણાવ્યું. ત્યારે મામી અને તેનો મિત્ર રિક્ષા ચાલક બંને કિશોરીને બળજબરીથી રિક્ષામાં બેસાડીને અવાવરૂં જગ્યા પર લઇ ગયા અને દુષ્કર્મ આચર્યું. આરોપી રિક્ષા ચાલક શખ્સનું નામ અક્ષય નટ હોવાનું સામે આવ્યું છે. તો ઘટના પોલીસના પ્રકાશમાં આવતા મામી અને રિક્ષા ચાલક બંનેની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.